કપોળ જ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી મુંબઈ કપોળ જ્ઞાતિ-શ્રી કપોળ વાડી ટ્રસ્ટ દ્વારા કપોળ જ્ઞાતિના સખાવતી શ્રેષ્ઠી વર્યો, દાતાશ્રીઓના સાથ-સહકારથી જ્ઞાતિ ઉત્કર્ષાર્થે ઉમંગ અને ઉત્સાહપૂર્વક સીમાચિહન સમા ૧૨મા સમૂહ લગ્ન મહોત્સવનું શાનદાર આયોજન તાજેતરમાં વિલ્સન જિમખાના, મરીન ડ્રાઈવ મધ્યે કરવામાં આવ્યું હતું, જેમાં કપોળ જ્ઞાતિનાં ૧૨ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.
મહોત્સવનાં મુખ્ય યજમાન સ્વ. જયાબહેન કાનજીભાઈ મોદી પરિવારના મધુભાઈ મોદી ટ્રસ્ટના ચેરમેન ડો. દિનેશભાઈ ગોરડિયા તથા ટ્રસ્ટના સેક્રેટરી બિપિનભાઈ મથુરિયાએ શ્રી ગણેશ પૂજન દીપ પ્રાગટય કરી શુભારંભ કર્યો હતો. શરૂઆતમાં જ્ઞાતિ ગોર અતુલભાઈ પંડયાએ મંડપ મુહૂર્ત વિધિ કરાવી હતી.
સમુદ્રતટે વિલ્સન જિમખાનાના વિશાળ પટાંગણમાં રજવાડી, શીશમહલની ઝાંખી કરાવતા ભવ્ય મંચ પર આ મહોત્સવના મુખ્ય અતિથિ તેમ જ કપોળ જ્ઞાતિના શ્રેષ્ઠીવર્યો, દાતાશ્રીઓના સન્માન માટેનો ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ ટ્રસ્ટના ચેરમેન ડો. દિનેશભાઈ ડી. ગોરડિયા સાથે ટ્રસ્ટના સેક્રેટરી બિપિનભાઈ મથુરિયાના વરદ્ હસ્તે મુખ્ય યજમાન મધુભાઈ મોદી પરિવારના સ્મૃતિચિહન, બુકે તથા ઉપરણા પહેરાવી સન્માન કરાયું.
આ સાથે કપોળ જ્ઞાતિના દાનવીર ભામાશા ઉદ્યોગપતિ ધરમદાસ નંદલાલ મહેતાને પુષ્પગુચ્છ, ઉપરણું તથા સ્મૃતિ ચિહન અર્પણ કર્યું. શેઠ ધરમદાસ નંદલાલ મહેતાએ આગામી ૧૩મા સમૂહ લગ્ન મહોત્સવમાં મુખ્ય યજમાન પદ સ્વીકારતાં ઉપસ્થિત હજારોની મેદનીએ તાળીઓના ગડગડાટ સાથે તેમને વધામણી આપવામાં આવી.આ મહોત્સવને સાથસહકાર આપનાર શેઠ હર્ષદરાય વચ્છરાજ પારેખ, શૈલેષભાઈ વોરા, સેજલબહેન ગિરીશભાઈ પારેખ, શરદભાઈ રતિલાલ પારેખ, શીલાબહેન પ્રફુલ્લભાઈ મહેતા, હિ‌તેનભાઈ ભાલરિયા તથા મોહનભાઈ પારેખ તેમ જ દરેક વરરાજાને સૂટના દાતા દિલીપભાઈ તથા કમલભાઈ રમણલાલ સંઘવીનું પણ સન્માન કરાયું.જેમના સાથ-સહકારથી વિલ્સન જિમખાનાનું પટાંગણ મળ્યું છે તેવા લોકલાડીલા વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાને હર્ષદભાઈ પારેખ ધરમદાસ મહેતાના વરદ હસ્તે પુષ્પગુચ્છ સ્મૃતિચિહન અર્પણ કરી સન્માનવામાં આવ્યા.
યોગેશ સાગર, વિધાનસભ્ય અમીન પટેલ, ડેપ્યુટી મેયર શૈલેજા ગિરકરનું પણ સન્માન કરવામાં આવ્યું. મુખ્ય યજમાન મધુભાઈ મોદી પરિવારે ટ્રસ્ટી ગણના આ કાર્યને બિરદાવી અભિનંદન આપ્યા. અમેરિકાવાસી શેઠ કમલેશભાઈ કાનજીભાઈ પારેખ સમારોહની સફળતા ઈચ્છતા શુભ સંદેશ પાઠવ્યો. શરદભાઈ વૃજલાલ પારેખ, હરીલાલ ગોવિંદજી મહેતા પરિવાર, પરેશભાઈ, કેતનભાઈએ સમારોહમાં નવવધૂઓને આર્શીવાદ આપેલા. નવયુગોલોને આર્શીવાદ આપવા માટે મંદિર હવેલીના મહારાજ શ્રી પ. પુ. પા. ૧૦૮ ગોસ્વામી શ્રી નીરજકુમારજી પધાર્યા હતા.