તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસલોક હોસ્પિટલના ૪૦ વર્ષ : ૨પ ડોક્ટરોનું સન્માન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મલ્ટી સ્પેશિયાલ્ટી ટ્રસ્ટ હોસ્પિટલ જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનાં શનિવારે ૪૦ વર્ષ પૂર્ણ થયાં હતાં. આ નિમિત્તે રવિવારે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ૨પ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનું સન્માન કરાયું હતું.૬ જુલાઈ, ૧૯૭૩ના રોજ તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને હસ્તે આ હોસ્પિટલનું ઉદઘાટન થયું હતું.

હોસ્પિટલે ભારતનો સર્વોચ્ચ ગુણવત્તા હોસ્પિટલ એક્રેડિટેશન એવોર્ડ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ પ્રાપ્ત કર્યો છે. આ પ્રસંગે અણુ ઊર્જા‍ વિભાગના ચેરમેન ડો. આર. કે. સિંહા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.ઉપરાંત ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડો. આર. ચિદંબરમ, સેન્ટ્રલ બેન્ક ઓફ નાઈજીરિયાના ડો. સુલેમાન બરાવ, નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલનાં ડાયરેક્ટર ડો. ગાયત્રી મહિંદ્રુ હાજર રહ્યાં હતાં. મેનેજિંગ ટ્રસ્ટી કાંતા મસંદે આ સમયે સંબોધન કર્યું હતું.