શ્રીસંતનું ઘર જોવા ગયેલાને બુકી સમજી જેલમાં મોકલાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોચીમાં શ્રીસંતનું ઘર જોવા ગયેલા મહારાષ્ટ્રના પુણના સાસવડ સ્થિત નીલેશ રામચંદ્ર જગતાપને બુકી સમજીને કેરળ પોલીસે અટકમાં લીધો હતો. આખરે બીજે દિવસે સચ્ચાઈ બહાર આવતાં તેને જામીન પર છોડી મુકાયો હતો. જગતાપ દર વર્ષે કેરળ અને બાલાજીમાં અચૂક ફરવા જાય છે.

આ મુજબ તે આ વખતે પણ ગયો હતો. તે સમયે તેને આઈપીએલના સ્પોટ ફિક્સિંગના સૂત્રધાર એસ. શ્રીસંતનું ઘર જોવાની ઈચ્છા થઈ. કોચીમાં ગયા પછી તે રિક્ષા કરીને શ્રીસંતના ઘરે ગયો હતો. મુંબઈ- પુણેથી આ અધિકારી આવ્યો છે એવું રિક્ષાવાળાએ મલયાલી ભાષામાં કહેતાં તેને બંગલા નજીક જવા દેવાયો હતો. બંગલો જોતો હતો તે સમયે ત્યાં ઊભેલા સિક્યુરિટી ગાર્ડે શંકા જતાં જગતાપની ઊલટતપાસ લેવાનું શરૂ કર્યું હતું. જગતાપે જોખમ જણાતાં પોતે પવારસાહેબના મતવિસ્તારનો રહેવાસી છે એવું કહીને છોડી દેવાની વિનંતી કરી હતી. જોકે રિક્ષાવાળાએ ભાષાંતરમાં લોચા વાળતાં સિક્યુરિટી ગાર્ડે તેને બુકી સમજી લીધો હતો અને તેથી તેને કેરળ પોલીસને હવાલે કરી દેવાયો હતો.