તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરભણીથી પકડાયેલા IS સમર્થક નાસીરબિને બોમ્બ તૈયાર કર્યો હતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઔરંગાબાદઃ આંતરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (અાઈએસ)ના સંપર્કમાં રહેલા અને 14 જુલાઈના પરભણીથી ધરપકડ કરવામાં આવેલા નાસીરબિન અબુબકર યાફઈ (ચાઉસ)એ બોમ્બ તૈયાર કર્યો હતો અને આ બોમ્બના ફોટાઓ સીરિયા સ્થિત ત્રાસવાદી ફારૂકને મોકલાવ્યા હોવાનું નિષ્પન્ન થયું છે. બોમ્બ તૈયાર કરવાના સાધનો નાસીરબિને નાગપુર, હૈદરાબાદ અને મુંબઈથી લાવ્યા હોવાનું અને એ માટે એને હવાલા મારફત રૂપિયા મળ્યા હોવાનું એટીએસની તપાસમાં નિષ્પન્ન થયું છે.

નાસીરબિન યાફઈ (ચાઉસ વય 34 નિવાસ-દેશમુખ ગલ્લી, પરભણી) ઈંટરનેટ દ્વારા આઈએસ સંગઠનના સંપર્કમાં હતો. ઈરાક અને સીરિયા જવાની તૈયારીમાં હોઈ એટીએસે એની 14 જુલાઈના પરભણીથી ધરપકડ કરી હતી. એને બુધવાર સુધી કસ્ટડી સંભળાવવામાં આવી હતી. આરોપી નાસીરબિન પાસેથી 2 લેપટોપ, 5 મોબાઈલ હેન્ડસેટ, 2 પેનડ્રાઈવ, 1 કાર્ડ રીડર, 1 બ્લ્યૂટૂથ કનેકટર, 2 બેટરી સેલ, 2 પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.

એટીએસની તપાસમાં નાસીરબિને બોમ્બ તૈયાર કર્યો હોવાનું સ્પષ્ટ થયું છે. બોમ્બ તૈયાર કરવાની તમામ માહિતી નાસીરબિનને સીરિયાથી ફારૂકે ઈંટરનેટ દ્વારા આપી હતી. એ પછી નાસીરબિને નાગપુર, હૈદરાબાદ અને મુંબઈથી બોમ્બ તૈયાર કરવાની સામગ્રી લાવી હતી અને બોમ્બ તૈયાર કર્યો હતો. આ બોમ્બના ફોટાઓ નાસીરબિને ટેલિગ્રામ એપથી ફારૂકને મોકલ્યા હતા એમ એટીએસના સૂત્રોએ જણાવ્યું હતું. તપાસ દરમિયાન નાસીરબિને ડીલીટ કરેલી તમામ ફાઈલ્સ, ઈમેજીસ, માહિતી રિકવર કરવામાં આવી હતી. એટીએસની ટીમે એપ્સના કોડ હસ્તગત કર્યા હોઈ એકાઉન્ટ્સની માહિતી લેવામાં આવી રહી છે એમ આ સૂત્રોએ જણાવ્યું હતું.
બોમ્બ શોધવાનો પડકાર

નાસીરબિને તૈયાર કરેલો બોમ્બ હસ્તગત કરવાનો પડકાર એટીઅએસ સમક્ષ છે. એને બોમ્બ તૈયાર કરવા કોણે સામગ્રી પૂરી પાડી હતી, એને કેટલા રૂપિયા મળ્યા, આ ષડયંત્રમાં કોણ સહભાગી છે વગેરે બાબતોની તપાસ કરવાનો પડકાર પોલીસ સમક્ષ છે. નાસીરબિનની કસ્ટડી બુધવારે પૂરી થયા પછી એને કોર્ટમાં હાજર કરવામાં આવતા 15 દિવસની કસ્ટડી આપવાની વિનંતી કરવામાં આવી હતી. નાસીરબિનને 29 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ સ્પેશિયલ જજ એસ.એલ.પઠાણે આપ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો