તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગતાપને પિસ્તોલ આપનાર શખ્સની પૂછપરછ કરતી ક્રાઈમ બ્રાંચ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેપાળી ગેંગમાં સાથે કામ કરતા લામ્હણેએ જગતાપને પિસ્તોલ આપી હતી

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે તે અબુ સાલેમ પર તળોજા જેલમાં થયેલા ગોળીબારની ઘટનાની સમાંતર તપાસ કરી રહી છે. શૂટર દેવેન્દ્ર જગતાપ ઉર્ફે જેડીને પિસ્તોલ આપવાના ગુનાના શંકાસ્પદ મનોજ લામ્હણેની પૂછપરછ કરી રહી છે, જેની પર જગતાપને સાલેમની હત્યા કરવા દેશી રિવોલ્વર આપવાની શંકા છે.

જગતાપે અધિકારીઓને જણાવ્યું હતું કે એક સમયે ભરત નેપાળી ગેંગમાં તેની સાથે કામ કરતા લામ્હણેએ તેને પિસ્તોલ આપી હતી. ત્યાર બાદ તરત જ લામ્હણેની શોધ કરી પકડી પાડવામાં આવ્યો હતો. અમે તેની પૂછપરછ કરી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે લામ્હણેએ જ પિસ્તોલ જગતાપને આપી હતી કે કેમ? એમ એક ક્રાઈમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું હતું.