• Gujarati News
  • India Is First In World Dimand Market For Ratnakalaka

વિશ્વના હીરાબજારમાં ભારતનું પ્રથમ સ્થાન રત્ન કલાકારોને લીધે છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વના હીરા બજારમાં ૧૦માંથી ૯ હીરા બનાવનાર ભારતીય હીરા ઉદ્યોગ મેન્યુફેકચરિંગમાં પ્રથમ સ્થાને છે, એમ ઈન્ટરનેશનલ ડાયમંડ ડે મેગેઝીનના પ્રથમ અંકના ઉદ્ઘાટન વખતે હાર્દિક હુંડિયાએ જણાવ્યું હતું.

મેન્યુફેકચરિંગમાં આપણે નંબર ૧ છીએ તે ખરેખર રત્ન કલાકારોને આભારી છે. ૧૨ ઓગસ્ટે ઈન્ટરનેશનલ ડાયમંડ ડે ભારતમાં યોજવાનું કારણ એ છે કે આનાથી હીરાનો ધંધો વધશે. ઉપરાંત હીરાની જવેલરીની ડિમાન્ડ પણ વધશે. ધનતેરસે ચાંદી, અક્ષય તૃતીયાએ સોનું અને ઈન્ટરનેશનલ ડાયમંડ ડેના દિવસે મોટા પ્રમાણમાં હીરા અને હીરાની જવેલરી વેચાય છે.સોનાના વેપારીઓ સોનાની જવેલરી પર ઘડાઈની મજૂરી ન લે અને ડાયમંડ પ્રેમીઓને ઈન્ટરનેશનલ ડાયમંડ ડેના દિવસે આ અનમોલ ભેટ આપે છે.

ધ મુંબઈ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે આ દિવસથી વિદેશોમાં કામ કરતા મજૂરો, ખાણના માલિકોને લઈને ભારત દેશમાં ડાયમંડ જવેલરી પ્રેમીઓ સુધી દરેકને ફાયદો થશે. બોમ્બે બુલિયન એસોસિયેશનના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું કે ભારતીય હીરા ઉદ્યોગ અને સોના ઉદ્યોગ માટે ઈન્ટરનેશનલ ડાયમંડ ડે એક પર્વ સમાન બની રહેશે. આ દિવસે હીરાનું વેચાણ પણ બ્રેકિંગ ન્યૂઝ જેવુ હશે. ભારતમાં સોનાનો ઉદ્યોગ વર્ષનો ૧ લાખ કરોડ અને હીરાનો ૭૦ હજાર કરોડનો છે.