તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્રમાં સતત ત્રીજે વર્ષ રક્તદાનમાં વધારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિ‌લાઓનો નોંધપાત્ર સહયોગ: મહારાષ્ટ્રે આંધ્ર, કર્ણાટક, તમિલનાડુને પછાડયું

રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે એમ મહારાષ્ટ્રે રક્તદાનને આપેલા ભરપૂર પ્રતિસાદથી સિદ્ધ કર્યું છે. વર્ષ ૧૯૯૬થી મહારાષ્ટ્રમાં રક્તદાનની માત્રા સતત વધી રહી છે અને વર્ષ ૨૦૧૨ સુધી ૧૪ લાખ ૪૧ હજાર લોહીની બાટલીઓનું રક્તદાન થયું હોવાની નોંધ રાજ્યની બ્લડ બેન્ક સમિતિએ કરી છે. આથી રક્તદાનનું પ્રમાણ વધારવા માટે પ્રયત્નો કરનાર આરોગ્ય કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો છે.

રાજ્યમાં દરેક વર્ષે રક્તદાનનો આંકડો સતત વધતો હોઈ રક્તદાન શિબિર, સ્વેચ્છાથી રક્તદાન કરવા માટે આગળ આવી રહેલા રક્તદાતાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એટલું નહીં પણ રક્તદાન વિશે તમામ પારંપરિક સમજને પાછળ મૂકી મહિ‌લાઓએ પણ રક્તદાનમાં આગળ પડતો ભાગ લીધો છે. એનિમિયા જેવા રોગો રક્તદાનને લીધે વધે છે એવી ગેરસમજ દૂર કરી હવે મહિ‌લાઓ પણ રક્તદાનની ચળવળમાં આગળ પડતો ભાગ લઈ રહી છે.

આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ જેવાં રાજ્યોમાં રક્તદાનનું મહત્ત્વ જણાવવા મોટા પ્રમાણમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આમ છતાં મહારાષ્ટ્રે છેલ્લાં ત્રણ વર્ષના રક્તદાન અંગે આ પાડોશી રાજ્યોને પાછળ મૂકી દીધાં છે. રાજ્ય બ્લડ બેન્ક સમિતિની આંકડાવારી અનુસાર વર્ષ ૨૦૦૯માં ૧૧ લાખ પ૦ હજાર લોહીની બાટલીઓ રક્તદાન દ્વારા એકત્રિત કરવામાં આવી હતી જે આંકડો વર્ષ ૨૦૧૦માં ૧૨ લાખ ૬૬ હજાર હતો, વર્ષ ૨૦૧૧માં આ આંકડો ૧૩ લાખ ૪૪ હજાર જેટલો હતો, જ્યારે આ આંકડો વર્ષ ૨૦૧૨માં વધી ૧૪ લાખ લોહીની બાટલીની સપાટી વટાવી ગયો હતો.

આગામી મહત્ત્વાકાંક્ષી યોજનાઓમાં લોહી માટે નજીવો ભાવ લેવા તેમ જ એસએમએસ દ્વારા લોહી ઉપલબ્ધ કરાવવાની સગવડ થઈ ચૂકી છે. લોહી ન મળતાં પ્રાણ ગુમાવનારા રાજ્યમાં અનેક ગરીબો માટે આ યોજના વરદાન સાબીત થશે. વર્ષ ૧૯૯૬માં જ્યારે રક્તદાન એ શ્રેષ્ઠદાન છે એવો સંદેશો આપવાની શરૂઆત થઈ ત્યારે સામાન્ય માનવીના મનમાં પારંપરિક વિચારે અવઢવ થતી. રક્તદાન કરવાથી વજન ઓછું થાય છે.

વ્યક્તિનું આયુષ્ય ઘટે છે જેવા અનેક વિચારો મનમાં આવતા હતા. આ વિચારો દૂર કરવા બ્લડ બેન્ક સમિતિએ વિવિધ પ્રયાસો કર્યા હતા. માર્ગદર્શન મેળાવડાઓનું આયોજન કરવું, ડોક્યુમેન્ટરી ફિલ્મો તૈયાર કરવી, વિદ્યાર્થીઓને સાથે લઈ સ્ટ્રીટ પ્લે દ્વારા સંદેશ આપવો જેવી અનેક પદ્ધતિઓથી રક્તદાન ચળવળ વધતી ગઈ. સમિતિએ ભેગી કરેલી આ સંખ્યાને લીધે સ્વેચ્છાએ રક્તદાન કરનારાઓની સંખ્યા પણ દરેક વર્ષે વધી હોવાનું જાણવા મળે છે.

બે વર્ષ પૂર્વે સ્વેચ્છાએ કરેલા રક્તદાનનું પ્રમાણ ૮પ ટકાની આસપાસ હતું જે વધીને ચાલુ વર્ષે ૯૩ ટક જેટલું થયું છે. રક્તદાનની આ ચળવળને વધુ સક્ષમ કરવા સાથે જ થેલેસેનિયા જેવા રોગ વિશે અને લોહીની પેશીઓ બાબત કરવામાં આવેલી જનજાગૃતિનું સમિતિ દ્વારા કરવામાં આવેલું કાર્ય આમાં ઉલ્લેખનીય છે.