મુંબઈઃસરકારના મનમાં હતું એટલે જ કરજમાફી આપી: મુખ્ય મંત્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃસરકારના મનમાં હતું એટલે જ કરજમાફી આપી છે. જો નહીં આપવું હોત તો અમારી પાસે અનેક કારણો હતાં, એમ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે સ્પષ્ટ કર્યું હતું.રાજ્યની તિજોરી પર કરજમાફીથી નિશ્ચિત જ ભાર આવવાનો છે. પહેલા જ રાજ્યમાં નાણાકીય ઘટ છે. તે ભરી કાઢવી પડશે. જોકે એક વાર નિર્ણય લીધો એટલે તેમાંથી માર્ગ કાઢીશું. હાલમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ છે. જોકે અમે તે સાંધ્યા વિના રહીશું નહીં, એવો નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

પુણતાંબેની હડતાળમાં સહભાગી થયેલા 40 ગામના ખેડૂતોએ મુખ્ય મંત્રીની સહ્યાદ્રિ અતિથિગૃહમાં મંગળવારે મુલાકાત લીધી હતી. તે સમયે તેઓ બોલતા હતા. રાજ્યની તિજોરી પર કરજમાફીનો નિશ્ચિત જ બોજ આવવાનો છે. અમને હાલમાં ચાલતા વિકાસ પ્રકલ્પો માટે કરજ કાઢવું પડવાનું છે. જોકે હવે ઈનોવેટિવ પદ્ધતિથી પૈસા ઊભા કરીશું.રાજ્ય સરકારના મનમાં હતું. આથી જ કરજમાફી આપી. 

જો મનમાં ન હોત તો કરજમાફી નકારવા માટે અનેક કારણો હતાં, પરંતુ અમને કરજમાફી આપવા માગતા હતા. રાજ્ય સરકારે અડચણમાં રહેલો ખેડૂતોને મદદ કરી છે, પરંતુ નિયમિત કરજ ભરનારાને પણ મદદ કરી છે. નાણા વિભાગે 15,000 કરોડથી વધુ કરજમાફી નહીં જોઈએ એવું સૂચન કર્યું હતું. જોકે અમે તેની પણ આગળ જઈને કરજમાફી આપી છે.ખેતી માટે સોલાર ફીડર લાવીશું. આથી ખેડૂતોને ઓછા દરે વીજળી મળશે. તેની શરૂઆત રાળેગણસિદ્ધિથી થશે.

સમૃદ્ધિ હાઈવેનો ઉપયોગ ખેડૂતોને જ થવાનો છે. આપેલી જમીન કોલ્ટ ચેઈન સ્ટોરેજ માટે ઉપયોગ કરાશે. સમસ્યા પૂરી નહીં થાય, પરંતુ વિકલ્પ શોધતા રહીશું. દર વખતે આંદોલન કરવાની જરૂ રનથી. ચર્ચાથી કાયમ માર્ગ નીકળી શકે છે. સરકાર ચર્ચા માટે કાયમ તૈયાર છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
 
આગળની સ્લાઈડમાં વાંચો, સુકાણુ સમિતિ ધનાઢ્યોની કરજમાફી માટે લડે છે
 
 
અન્ય સમાચારો પણ છે...