તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • In Order To Confirm Railway Ticket Cancellation Rules Harshness

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેમાં કન્ફર્મ ટિકિટ રદ કરાવવાના નિયમોમાં સખ્તાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રેલવેમાં કન્ફર્મ ટિકિટ રદ કરાવવાના નિયમોમાં સખ્તાઈ
- નવા નિયમો મુજબ ચાર્ટ તૈયાર થયા બાદ ટિકિટ રદ થશે તો પૈસા પાછા નહીં મળે


ટ્રેન પ્રવાસ માટે ટિકિટ આરક્ષિત કર્યા બાદ પ્રવાસ નહીં કરવો મુસાફરોને મોંઘો પડશે. આરક્ષિત ટિકિટ રદ કરવા અંગેની નીતિમાં કરાયેલો ફેરફાર આગામી ૧ માર્ચથી અમલમાં આવશે, એમ રેલવે તંત્રે જણાવ્યું હતું. આરક્ષિત ટિકિટો સંબંધી ફેરફારનું માહિ‌તી પત્રક મુખ્ય રેલવે બોર્ડે ૨૧ ફેબ્રુઆરીએ તમામ વિભાગોને મોકલ્યું હતું, એવી માહિ‌તી ડિવિઝનલ રેલવે મેનેજર ડો. સુમંત દેઉળકરે આપી હતી. ૧ માર્ચથી અમલી બનતી સુધારિત નીતિ વિશે પ્રવાસીઓને આગોતરી જાણકારી આપવાની સૂચના એ માહિ‌તી પત્રકમાં અપાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

નવા નિયમો મુજબ એ કોઈ રેલવે ટિકિટ આરક્ષિત કર્યા બાદ પ્રવાસીઓનો ચાર્ટ તૈયાર થયા પછી મુસાફરી ટાળશે, તો તેમને ટિકિટના પૈસા પાછા નહીં અપાય. તે ઉપરાંત સામૂહિ‌ક રીતે ટિકિટોનું આરક્ષણ કરાયા પછી તેમાં કોઈ ગેરહાજર હોય તો, એ ટિકિટના પૈસા પણ પાછા અપાશે નહીં.

હાલની નીતિ પ્રમાણે ગાડી રવાના થયા પછી બે કલાકમાં ટિકિટ રદ કરાય તો પ૦ ટકા પૈસા રેલવેતંત્ર પાછા આપે છે, પરંતુ ૧ માર્ચ પછી નવા નિયમો લાગુ થતાં આરક્ષિત ટિકિટ રદ કરી શકાય નહીં. ઈ-ટિકિટો માટે પણ આ નિયમ લાગુ થશે. જોકે વેઈટિંગ લિસ્ટની ટિકિટોને આ નિયમો લાગુ નહીં થાય, વેઈટિંગ લિસ્ટ માટે જૂના નિયમો જ થયાવંત રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો