• Gujarati News
  • Winning The Title Of Miss Tourism 2007 Priyanka Will Debut In Bollywood

ગુજરાતી કુડી પ્રિયંકા શાહની બોલીવૂડમાં એન્ટ્રી, મિસ ટુરીઝમ 2007નો જીત્યો ખિતાબ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આઈ લવ દેશી ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ
- મૂળ ગુજરાતની પ્રિયંકા નેટબોલ ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે
મુંબઈ: મૂળ ગુજરાતના ખેડાની, પુણેમાં જન્મ અને ઊછરેલી પ્રિયંકા શાહે 2007માં મિસ ઈંડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. એ ટોપ ટેનમાં હતી. એ પછી મલેશિયાના સીબુ પ્રાંતમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા મિસ ટુરીઝમ 2007નો ખિતાબ જીતનાર પ્રિયંકા હવે આઈ લવ દેશી ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા એનઆરઆઈ યુવતીનું પાત્ર ભજવે છે. એક ભારતીય યુવક સાથે લગ્ન થયા બાદ એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા વિશે શીખે છે.

બિઝનેસમેન ગુજરાતી પિતા આશિતભાઈ અને મરાઠી માતા શ્યામલબહેનની પુત્રી પ્રિયંકાનાં ઘણાં સગાંસંબંધીઓ અમદાવાદ, વડોદરામાં રહે છે. એટલે ગુજરાતનો પ્રવાસ થતો રહે છે. અમદાવાદમાં મારા કાકા, ફોઈ રહે છે. એમની પાસે હું ઘણી વખત જાઉં છું. મને અમદાવાદની લાઈફ ખૂબ ગમે છે. બહુ સરસ શહેર છે. અમદાવાદની ખાણીપીણી એટલે જલસો પડી જાય એમ પ્રિયંકાએ જણાવ્યું હતું.
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન્સમાં એન્જિનિયરિંગ કરનાર પ્રિયંકાએ ખ્યાતનામ ફેશન ડિઝાઈનરો અને કોરિયોગ્રાફરો સાથે કામ કર્યું છે. એ ઈંડિયા નેશનલ નેટબોલ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન હતી એ સમયે એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ પણ કર્યું હતું. મિસ ટુરીઝમ 2007 બન્યા પછી મોડેલિંગમાં બિઝી રહેનાર પ્રિયંકાએ શાહરુખ ખાન દ્વારા સંચાલિત રિયાલિટી શો ઝોર કા ઝટકામાં પણ ભાગ લીધો હતો.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ પ્રિયંકા શાહની વધુ તસ્વીરો...