• Gujarati News
  • Husband And Wife In Front Of The House Into The Mass Rape

ભિવંડીમાં ઘરમાં ઘૂસી પતિની સામે જ પત્ની ઉપર સામૂહિ‌ક દુષ્કર્મ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- ભિવંડીમાં ઘરમાં ઘૂસી પતિની સામે જ પત્ની ઉપર સામૂહિ‌ક દુષ્કર્મ
- ચોરી કરવાનાં ઇરાદા સાથે આવેલ નરાધમોએ ધરનો કિંમતી સામાન ચોર્યા બાદ બળાત્કાર કર્યો

મુંબઈ : મહિ‌લાની ઉપર અત્યાચારોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. તેમાં કાયદો અને સજાની કડક અમલબજાવણી કરવામાં આવી રહી હોવા છતાં આ અત્યાચારોની ઘટના ચાલુ જ છે. ભિવંડી વિસ્તારમાં ચોરીના ઈરાદા સાથે આવેલા નરાધમોએ ઘરનો કીમતી સામાન અને રોકડ, ઘરેણાંની લૂંટ ચલાવીને ત્યાર બાદ પતિની સમક્ષ તેની ૧૯ વર્ષીય પત્ની ઉપર સામૂહિ‌ક દુષ્કર્મ કરીને ફરાર થઈ ગયા હતા.

થાણેના ભિવંડી વિસ્તારમાં ખોણી-મિઠપાડા વિસ્તારમાં અને નિજામપુરા પોલીસ થાણાની હદના વિસ્તારમાં ગઈકાલે મધ્યરાત્રિએ આ ઘટના બની હતી. ચોરીના ઉદ્દેશથી ઘરમાં ઘૂસેલા આરોપીઓ પ્રથમ ઘરના લોકોને રૂમમાં બંધ કરીને સોનાના ઘરેણા, રોકડ લઈને નાસી રહ્યા હતા ત્યારે તેમનો વિરોધ કરનારા રામેશ્વર ગૌતમને નિર્દયતાપૂર્વક માર માર્યો હતો.તે દરમિયાન રામેશ્વરની પત્નીના ગળામાંના મંગળસૂત્ર ઉપર આરોપીની નજર પડી હતી.
તેમણે તેને ખેંચી લેવાનો પ્રયત્ન કરતાં મહિ‌લાએ તેનો વિરોધ કરતાં તેની ઉપર તેના પતિની સામે દુષ્કર્મ કરીને ભાગી ગયા હતા. મારઝૂડમાં ગંભીર રીતે જખમી થયેલા રામેશ્વરને ભિવંડીમાં ઈંદિરા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. રામેશ્વરે નિજામપુરા પોલીસ થાણામાં ગુનો દાખલ કર્યા પછી પોલીસે તુરંત બે ટીમ તૈયાર કરીને આરોપીઓની શોધ ચાલુ કરી હતી. મહિ‌લાની ઉપર સામૂહિ‌ક દુષ્કર્મ કરવાની ઘટનાને લીધે આખા નિજામપુરા વિસ્તારમાં ખળભળાટ મચી ગઈ છે તેમ જ મહિ‌લાની
સુરક્ષાનો પ્રશ્ન પણ સામે આવ્યો છે.
આઠ દિવસ પૂર્વે સસરા સાથે ભિવંડીમાં ૧૯ વર્ષી મહિ‌લા મિઠપાડા ખાતે દત્તાશાસ્ત્રી ચાલીમાં રહેવા આવી હતી. ઘરમાં પતિ-પત્ની અને સસરા એવો પરિવાર હતો. શનિવારે મધરાત્રે આરોપીઓએ દરવાજો ખખડાવ્યો હતો. તેના પૂર્વે તેમણે પાડોશીઓના દરવાજા બંધ કર્યાં હતા. દરવાજો ખખડાવતાં રામેશ્વરે દરવાજો ખોલતાં આરોપીઓએ તેને નિર્દયતાથી મારવાનું ચાલુ કરી દીધું હતું.
આરોપીઓએ ચાંદીનું મંગળસૂત્ર, પગના ઝાંઝર, પતિના ગળામાંની સોનાની ચેઈન લઈને આરોપીઓએ ૧૯ વર્ષી‍ય પરિણીતા પર સામૂહિ‌ક દુષ્કર્મ કર્યું હતું અને ભાગી ગયા હતા. આ ઘટના પછી થોડાક સમય બાદ પાડોશીનો સંપર્ક સાધ્યો હતો. પ્રથમ ઘટનાની ફરિયાદ તાલુકા પોલીસ થાણામાં આપવામાં આવી હતી.