વિધાનસભાની ચૂંટણીને કારણે થાણેની જોખમી ઈમારતો પરની કાર્યવાહી અટવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચોમાસા અગાઉ જ તોડી પાડી નાખવાની હતી તેવી ઇમારતોને આચારસંહિતા નડી
શહેરમાંની અતિ જોખમી ઈમારતો ચોમાસા પૂર્વે તોડી પાડવાનો નિર્ધાર મહાપાલિકાના કમિશનર અસીમ ગુપ્તાએ કર્યો હતો, પરંતુ આ કાર્યવાહીનો નાગરિકો હંમેશ મુજબ વિરોધ કર્યો હતો અને તેમને રાજકીય નેતાઓનો ટેકો મળવાથી મહાપાલિકા પ્રસાશનને તેને ચાલુ રાખશે કે કેમ એવો પ્રશ્ન ઊભો થયો છે. આ પૂર્વે ગુપ્તાએ ૨૦૦ ઈમારતો પર વધારાના માળાઓ પર કાર્યવાહીનો ઈશારો કર્યો હતો. તેની પર પણ હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી.

ગયા વર્ષે ચોમાસામાં મહાપાલિકાએ શહેરમાં ૬૧ ઈમારતોને અતિજોખમી તેમ જ ૧ હજાર ૪૬ ઈમારતોને જોખમી જાહેર કરી હતી. તેમાંથી કેટલીક અતિ જોખમી ઈમારતો પાડી નાખવામાં આવી હતી. આ કાર્યવાહીએ જોર પકડતાં શહેરના પ્રમુખ નેતા રસ્તા પર ઊતર્યા હતા. આખરે કાયદો અને સુવ્યવસ્થા જોખમમાં આવશે એવા ભયથી મહાપાલિકાએ નમતું જોખતાં કાર્યવાહી અટકાવી હતી. તે પછી હવેના ચોમાસા પૂર્વેના સર્વેની બેઠકમાં ગુપ્તાએ અતિ જોખમી ઈમારતી પાડવાનો આદેશ આપ્યો હતો.
કેટલીક ઈમારતો અચાનક જ જોખમી ઈમારતોની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેથી રહેવાસીઓ સમક્ષ વિકટ પરિસ્થિતિ આવી ઊભી રહી હતી. અતિજોખમી અને જોખમી ઈમારતોના રહેવાસીઓના પુનર્વસન કરવા સિવાય તેને તોડી પાડવાનો રાજકીય નેતાનો વિરોધ છે. થાણામાં કલસ્ટર યોજના મંજૂર થઈ છે. તેથી ઈમારતોને ખાલી કરવાનો પ્રશાસન સામે પડકાર જ છે. તેથી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં રાજકીય નેતાઓ રહેવાસીઓને દુભાવશે નહીં તેથી કમિશનરનો નિર્ધાર કાગળ પર જ રહી જશે એવી શક્યતા છે.
વધારે માહિતી માટે ફોટો બદલો ....