તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મકાન બચાવવા રહેવાસીઓ અંતે બેમુદત ભૂખ હડતાળ પર ઊતર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુખ્ય પ્રધાન ચવ્હાણ વહારે ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા નિર્ધાર

સુપ્રીમ ર્કોટના આદેશથી ૧૧ નવેમ્બરના રોજ કેમ્પા કોલા કમ્પાઉન્ડમાં અનધિકૃત બાંધકામ તોડી પાડવાથી સેંકડો કુટુંબ રસ્તા પર આવી જવાના હોવાથી રહેવાસીઓએ હવે અંતિમ ઉપાયરૂપે બેમુદત ભૂખ હડતાળ શરૂ કરી છે. મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ પોતાની વહારે આવીને ઘર બચાવી નહીં લે ત્યાં સુધી ભૂખહડતાળ ચાલુ રાખવાનો તેમણે દાવો કર્યો છે.

સર્વત્ર દિવાળી અને હિંદુ નવ વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે ૪ નવેમ્બરથી રહેવાસીઓ ભૂખ હડતાળ પર બેઠા છે.એક રહેવાસી કમલ પરીખ કહે છે, અમારું ભવિષ્ય મુખ્ય પ્રધાનના હાથોમાં છે. અમારી અરજ તેઓ સાંભળે અને જરૂરી પગલાં લે એવી અમારી ઈચ્છા છે.

અમારા જીવનમાં પહેલી જ વાર આ દિવાળીની ઉજવણી થઈ નથી. અન્ય રહેવાસી વિનયચંદ હિ‌રાવતે જણાવ્યું હતું કે હમણાં સુધી મુખ્ય પ્રધાને અમારી વિનંતી સાંભળી છે અને તેમની પાસેથી હકારાત્મક પ્રતિસાદ મળશે એવી અપેક્ષા છે. અમારી પાસે હવે સમય નથી. આથી અમારા ભાવિ માટે અમે ભૂખહડતાળ કરવાનું આકરું પગલું લીધું છે.