શહેરમાં ફેરિયા નીતિના તાકીદે અમલની લોકપ્રતિનિધિની માગણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘‘શહેરમાં અનધિકૃત ફેરિયાઓને મુદ્દે ઊભા થયેલા વિવાદનો અંત આણવા માટે ફેરિયા નીતિનો અમલ, એજ એક ઉકેલ છે. આ નીતિનો અમલ કેટલાક વર્ષોથી કર્યો નહીં હોવાથી એ માટે મુંબઈ મહાનગરપાલિકા પર દબાણ લાવવું અનિવાર્ય છે.’’ એવી વિનંતી વિલેપાર્લેના કોંગ્રેસના ધારાસભ્ય કૃષ્ણા હેગડેએ તાજેતરમાં મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને કરી હતી.
હેગડેએ મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘‘મુંબઈના સાડાત્રણ લાખ ફેરિયામાંથી ફકત આઠ હજાર લાઈસન્સ ધારક છે. ફેરિયાઓના કુટુંબીજનોની ગણતરી કરતાં સરેરાશ આ ધંધા પર દસથી પંદર લાખ મુંબઈગરાનું ભરણપોષણ આધાર રાખે છે. છેલ્લા બે-ત્રણ દાયકામાં શહેરના વસતિ વધારા સામે એટલા પ્રમાણમાં બજારોની સંખ્યા વધી નથી. લોકોને ૧૦૦ બજારો ઓછા પડતાં હોવાથી મોટા પ્રમાણમાં ફેરિયાઓ પર આધાર રખાય છે.’’
‘‘આ સંજોગોમાં મહાનગરપાલિકાએ ‘ફેરિયા’ અને ‘ફેરિયા વિહીન’ ક્ષેત્રો (હોકર્સ ઝોન અને નો હોકર્સ ઝોન) ઠેરવ્યા હોવા છતાં તેનો અમલ કરાતો નથી. તેથી ફેરિયાઓ રસ્તા પર ધંધા માડે છે, એ બાબત રાહદારીઓ અને વાહનચાલકો માટે અગવડરૂપ બને છે. ફેરિયાઓને જગ્યા ઠેરવી અપાય અને મહાપાલિકા તેમના પર ધ્યાન આપે તો પરિસ્થિતિ બગડશે નહીં. તેથી સવોgચ્ચ અદાલતના નિર્દેશો મુજબ ફેરિયાનીતિનો અમલ મહાપાલિકાએ તાકીદે કરવો અનિવાય છે,’’ એમ કૃષ્ણા હેગડેએ મુખ્ય પ્રધાનને જણાવ્યું હતું. મુખ્ય પ્રધાને હેગડેને ફેરિયા નીતિના અમલ બાબતે જાતે ધ્યાન આપીને ઉકેલ લાવવાની બાંયધરી આપી હતી.