• Gujarati News
  • High Court Seeking Clarification On Allegations Of Corruption In The System

ભ્રષ્ટાચારના આરોપો અંગે હાઇકોર્ટે તંત્ર પાસે સ્પષ્ટતા માગી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-શુભદા-સુખદા સોસાયટીઓ કાનૂની ચુંગાલમાં ફસાઈ
-રાજકારણીઓ અને સરકારી અમલદારોની આ સોસાયટી બાંધવા નિયમોના ભંગોનો આક્ષેપ

વરલીની શુભદા-સુખદા સોસાયટીઓને પરવાનાઓ આપવામાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરતી અરજીના જવાબમાં સોગંદનામા (એફિડેવિટ) નોંધાવવાનો હુકમ મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા અને શુભદા-સુખદા હાઉસિંગ સોસાયટીઓને ક્ર્યો હતો.આરટીઆઈ ચળવળકર્તા અમિત મારુએ ગગનચુંબી શુભદા-સોસાયટી ઈમારતો બાંધવા માટે પરવાનગીઓ આપવામાં કેટલાક નિયમોને ભંગ તેમ જ રાજકારણીઓ અને સરકારી અમલદારોની આ સોસાયટીને બગીચા માટે આરક્ષિત વધારાની જમીન મહાપાલિકાએ ગેરકાયદેસર રીતે ફાળવ્યાના આરોપો મૂકતી જનહિ‌ત યાચિકા કરી હતી.

જમીન ટ્રાન્સફર કરાયા બાદ વધારાની એફએસઆઈ પણ ફાળવાઈ હોવાનું અમિત મારુનાં વકીલ એડવોકેટ આભા સિંહે અદાલતને જણાવ્યું હતું.અમિત મારુએ કરેલી અરજીમાં એવો પણ દાવો કરાયો હતો કે બગીચા માટે આરક્ષિત ભૂખંડ કાંઠાળ ક્ષેત્ર નિયંત્રણ (સીઆરઝેડ) હેઠલ આવતો હોવાથી ટ્રાન્સફર પૂર્વે કેન્દ્રના પર્યાવરણ અને જંગલ મંત્રાલય મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડએમએ)ની પરવાનગીઓ મેળવવી જરૂરી છે. આ સંજોગોમાં શુભદા-સુખદા સોસાયટીઓ બાંધવામાં આચરનારા અધિકારીઓની તપાસ માટે સમિતિ નીમવી જરૂરી છે. ન્યાયમૂર્તિ‌ઓ અનુપ મોહતા અને એમ. એસ. સોનકની ખંડપીઠે બન્ને સોસાયટીઓ, રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાને સ્પષ્ટતાના સોગંદનામા (એફિડેવિટસ) ચાર અઠવાડિયાંમાં સુપરત કરવાનો હુકમ ક્ર્યો હતો.