તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Half billion Allocation For The Development Of Tourist Destinations In Maharashtra

કેન્દ્ર સરકારની મહારાષ્ટ્રનાં પર્યટન સ્થળોના વિકાસ માટે અઢી અબજની ફાળવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રનાં તમામ પર્યટન સ્થળો પર માળખાકીય સુવિધાઓ પૂર્ણરૂપે સ્થાપીને પર્યટનને પ્રોત્સાહન માટે કેન્દ્ર સરકારી અઢી અબજ રૂપિયાનું ભંડોળ રાજ્યને ફાળવું હોવાનું પર્યટન ખાતાના પ્રધાન છગન ભુજબળે જણાવ્યું હતું.કેન્દ્ર સરકારે પર્યટનનો પ્રોત્સાહન તથા એ રીતે રોજગારના અવસર વધારવા માટે રાજ્ય સરકારે અગ્રક્રમે મૂકેલી મુંબઈ-પુણે, નાસિક-ઉત્તર મહારાષ્ટ્ર, અમરાવતી-નાગપુર તેમ જ ઔરંગાબાદ એમ ચાર સ્પેશિયલ સરકિટસના વિકાસ માટે અઢી અબજ રૂપિયા ફાળવ્યા છે. એ ભંડોળ ટૂંક સમયમાં પ્રાપ્ત થનાર હોવાનું ભુજબળે જણાવ્યું હતું.ઉપરોકત તમામ સરકિટસમાં દરેક પર્યટન સ્થળને ધ્યાનમાં રાખીને વિસ્તૃત અહેવાલ કેન્દ્ર સરકારે નિયુકત કરેલી કન્સલ્ટંટ કંપનીએ રજુ કર્યો હતો. તેને કેન્દ્ર સરકારે સૈદ્ધાંતિક મંજુરી આપી છે.તેથી ઉત્તર મહારાષ્ટ્રમાં યોજાનારા આગામી કુંભમેળાને ધ્યાનમાં રાખીને નાસિક-ઉત્તર મહારાષ્ટ્રની સરકિટને કેન્દ્ર સરકારે પ્રાધાન્ય આપ્યું હોવાનું ભુજબળે ઉમેર્યું હતું.