તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના સિંહોની કહાની હવે ટીવી પડદે જોવા મળશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકારાત્મક)
મુંબઇ : દુનિયામાં એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે ગુજરાત આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતનું ગૌરવ સમાન આ સિંહોની કહાની હવે ટીવી પડદે એક કલાકના એક ટીવી ચેનલ દ્વારા પ્રસારિત થનારા ખાસ કાર્યક્રમમાં જોવા મળશે.
એક સમયે લુપ્તતાના આરે આવી ગયેલી સિંહોની આ પ્રજાતિમાં છેલ્લા કેટલાક સમયમાં થયેલી વૃદ્ધિ ઉપરાંત એશિયાટિક સિંહો સાથે સંકળાયેલી અનેકવિધ માહિતી આ કાર્યક્રમમાં જાણવા મળશે. માણસો વચ્ચે પણ ટકી રહેવા સહિત ગિર ફોરેસ્ટ નેશનલ પાર્ક એન્ડ વાઈલ્ડલાઈફ સેન્ચુરીમાં સિંહોની કેમેરામાં કેદ કરેલી કેટલીક રોમાંચક બાબતો આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...