મુંબઈમાં ગુજરાતની મહિ‌લાની છેડતી બદલ નેવીના પ ની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ખારના પબમાં મહિ‌લાનો તેની પતિ સામે જ વિનયભંગ કર્યા બાદ બોરીવલી સુધી પીછો કર્યો હતો

ગુજરાતની બેન્ક અધિકારી મહિ‌લાનો વિનયભંગ કર્યા બાદ ખારથી બોરીવલી સુધી પીછો કરનારા નૌકા દળના પાંચ જવાનોની બોરીવલીના કસ્તુરબા માર્ગ પોલીસે નાટકીય ઢબે બોરીવલીથી ધરપકડ કરી છે.આરોપીમાં નેવલ ડોક્યાર્ડના ઈલેક્ટ્રોનિક્સ વિભાગમાં ફરજ બજાવતા ક્લાસ-૪ જવાનો મહેશ્વર મહેંદ્ર સિંહ (૨૬), ર્તીથનાથ દિલ્પાનાથ (૨પ), આશિષ જયકિશન (૨૯), શામ ભંડારે (૨૯) અને ચંદન મિશ્રા (૨૬)નો સમાવેશ થાય છે, એમ પોલીસે જણાવ્યું હતું.શનિવારે રાત્રે આ મહિ‌લા, તેનો પતિ અને અન્ય બે સંબંધી ખારના પબમાં ગયા હતા. તે સમયે આરોપીમાંથી એકે અણછાજતી ટિપ્પણી કરી હતી. આથી મહિ‌લાના પતિએ આ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેથી પાંચેય આરોપીઓ ઝઘડા પર ઊતરી અથ્વ્યા હતા. બાઉન્સરોએ તે જોતાં જ પાંચેય આરોપીને બહાર ખદેડી મૂક્યા હતા.

જોકે આરોપીઓ બહાર યુગલની રાહ જોતા ઊભા રહ્યા હતા. પબ મધરાત્રે ૧.૩૦ વાગ્યે બંધ થયો ત્યારે યુગલ બહાર આવ્યું હતું. તે સમયે આરોપીઓએ ફરીથી ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. ફરી બાઉન્સરોએ મધ્યસ્થી કરી હતી અને તેમને છૂટા પાડયા હતા.યુગલે રિક્ષા પકડી હતી. આ જોઈને આરોપીઓએ પણ બે રિક્ષા પકડી હતી અને પીછો શરૂ કર્યો હતો. રિક્ષા પાર્લા પાસે આવતાં મહિ‌લાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બોરીવલી ફ્લાયઓવર સુધી આરોપીઓને આ રીતે જ રિક્ષાની પાછળ લાવવા માટે સલાહ આપી હતી.

વચ્ચે આરોપીઓની રિક્ષાએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે એક આરોપીએ યુગલ જે રિક્ષામાં હતું તેનો લોખંડનો સળિયો પકડીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રિક્ષા ચાલકે સ્પીડ વધારીને હેમખેમ પીછો છોડાવ્યો હતો. આ પછી બોરીવલી ફ્લાયઓવર નીચે આવતાં જ ત્યાં પહેલેથી ઊભેલી પોલીસે આરોપીઓને પકડી પાડયા હતા. તેમનું તબીબી પરીક્ષણ કરાતાં તેઓ ચિક્કાર દારૂ પીધેલા જણાયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.આ અંગે કાર્યવાહી સાથે તેમના સંબંધિત વિભાગને પણ જાણ કરાશે, એમ પોલીસે જણાવ્યું હતું.