(તસવીર:રાજીવ ગાંધી સંગ્રહાલય)
-સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરવાનગી છતાં ગુજરાતના વન અધિકારીઓનું સિંહ બાબતે સાવકું ધોરણ
પુણે:વાઘને બદલે ગુજરાતની ઓળખ ગણાતા સિંહને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવાની ચર્ચાએ વેગ લીધો હોવા છતાં ગુજરાતના વન અધિકારીઓએ સિંહની બાબતે સાવકું ધોરણ સ્વીકાર્યું છે. સિંહની જોડી માટે રાજીવ ગાંધી પ્રાણી સંગ્રહાલય છેલ્લા દોઢ વર્ષથી પ્રયત્નો કરી રહી છે, છતાં સક્કરબગ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓને સિંહ આપવામાં રસ નથી.કાત્રજના રાજીવ ગાંધી પ્રાણી સંગ્રહાલયના વિસ્તરણનું કામ ચાલુ હોવાથી સેંટ્રલ ઝૂ ઓથોરિટીએ વર્ષ પહેલાં નવાં સિંહ, વાઘ અને અન્ય પ્રાણી લાવવા માટે પરવાનગી આપી હતી.
તે અનુસાર ગયા મહિને ઔરંગાબાદમાં સિદ્ધાર્થ પ્રાણી સંગ્રહાલયમાંથી બે સફેદ વાઘ પુણેમાં દાખલ કરવામાં આવ્યા, પણ હજી સિંહની રાહ જોવાય છે.પુણેના પ્રાણી સંગ્રહાલયમાં હાલ સફેદ અને પીળા વાઘ, દીપડા, હાથી સહિત દરેક પ્રાણી ઉપલબ્ધ છે. આમાં સિંહની ઊણપ હોવાનું સંગ્રહાલયના વરિષ્ઠ અધિકારીઓએ ગુજરાતના જૂનાગઢ ભાગના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને નર અને માદા એમ જોડી આપવી, એમ પત્ર મોકલ્યા હતો. આ સામે ત્યાંના અધિકારીઓએ કેટલાંક પક્ષી અને પ્રાણીઓની માગણી કરી, પણ એશિયાનો સિંહ એ ગુજરાતનો રાજ્યપ્રાણી હોવાથી તેના સ્થળાંતર બાબત ગુજરાતના રાજ્ય પ્રાણી સંગ્રહાલય કમિટીના પદાધિકારીઓની મંજૂરી અનિવાર્ય હતી.
આ કમિટીના સભ્ય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સહમતી સિવાય પરવાનગી બાબતે નિર્ણય લેવાયો નહીં. આ પ્રસ્તાવને હવે દોઢ વર્ષ થઈ ગયું છે. રાજીવ ગાંધી પ્રાણી સંગ્રહાલયમાં સિંહ ન હોવાથી અમે ગુજરાતમાં સતત પત્રવ્યવહાર કરી રહ્યા છીએ. અમારા એશિયાઈ સિંહ માટે ત્યાંના અધિકારીઓનો જવાબ આવતાં આગળનો નિર્ણય લેવાશે. સિંહને બદલે ગુજરાતના અધિકારીઓએ માગેલાં પ્રાણીઓ આપવા માટે અમે તૈયાર હતા, પરંતુ સંબંધિત અધિકારીઓની બદલી થવાથી આ પ્રસ્તાવ લંબાઈ ગયો, એમ રાજીવ ગાંધી સંગ્રહાલયના સંચાલક રાજકુમાર જાધવે કહ્યું હતું.