• Gujarati News
  • Grow Rare Plants Farms In Courtyard And Got Health With Prosperity

આંગણામાં ઉછેરો દુર્લભ છોડ અને આરોગ્ય સમૃદ્ધિ મેળવો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિકિત્સા: નાસિક નજીકના જંગલમાંથી રાજેન્દ્ર અને સંધ્યા તોડકરે મેળવ્યા અનેરા ઔષધીય છોડ
નાસિક જિલ્લાના ત્રંબકેશ્વર, પેઠ, હરસુલ, સુરહાણાનાં જંગલોમાં ફરીને શહેરના એક દંપતીએ ૧૮ દુર્લભ છોડ એકઠા કર્યા જે હાલમાં તેમના ઘરના આંગણામાં ઉછરી રહ્યા છે. રાજેન્દ્ર તોડકર ગેલેક્સો ફાર્મા કંપનીમાં કેમિસ્ટ છે જ્યારે તેમના પત્ની સંધ્યા હિ‌ન્દીની પ્રોફેસર છે. ઔષધીય છોડ અંગે સંધ્યાને તેમના નાના પાસેથી જાણકારી મળી હતી. તેઓ વૈદ્ય હતા.ત્રણ હજાર ચોરસફૂટમાં ફેલાયેલા જંગલની ચારે તરફ વધેલી જગ્યામાં બગીચા વિકસાવાયા છે.
પેટમાં દર્દ હોય તો તેના માટે મરુડશે. બાળકોને દાંત આવતી વખતે તકલીફથી બચાવવા ડિકેમલી. તાવ હોય તો ગુડવેલ સત્વ. તેમના બાગમાં પીળી હળદર ઉપરાંત વાદળી, નારંગી અને લીલી હળદર પણ છે. આ હળદરથી પેટના કીટાણુ નષ્ટ થાય છે.
રાજેન્દ્ર તોડકર જણાવે છે કે ડાયાબિટિસના ઈલાજ માટે તેમની પાસે ત્રણ છોડ ગુડમાર, ઈન્સ્યુલિન અને સ્ટીવીયા છે. ગુડમારનાં પાંદડા ખાવાથી ત્રણ કલાક ખાંડ ગળી નથી લાગતી. જ્યારે સ્ટીવ્હિયાના પાંદડા ખાંડ કરતા ત્રણ ગણા ગળ્યા હોય છે. હગાલમાં તેમાંથી બનેલી ઔષધીઓ ડાયાબિટિસના ઈલાજ માટે બજારમાં મળે છે. ગુડમારનાં પાંદડાનું એક ચમચી ચૂર્ણ સવારે પાણી સાથે લેવાથી બ્લડ સુગર કાબુમાં રહી શકે છે. આ જ પ્રમાણે જ્યોતિ નામના એક છોડના મૂળના રસથી આંખોની રોશની વધારવામાં મદદ મળે છે.
આ જ રીતે જ્યોતિષ્મતી નામના છોડના મૂળનો રસ આંખની રોશની વધારવામાં મદદરૂપ થાય છે. તેના બીજનું તેલ કાઢીને જો લકવાના દર્દીને પ્રારંભે જ લગાડવામાં આવે તો તેનાથી પણ ફાયદો થાય છે.
સાંધાના દુખાવામાંથી મુક્તિ મેળવવા સમૃદ્ધ શોકના પત્તા ગરમ કરીને આખી રાત પગે બાંધી રાખવાથી આરામ મળે છે. આ ઉપરાંત અળવીના પાનને પણ આ રીતે બાંધી રાખવામાં આવે તો પણ ફાયદો થાય છે.
તેમની ગેરહાજરીમાં જો કોઈ તેમનું બાગ જોવા જાય તો પણ નિરાશા મળે તેમ નથી કારણ કે દરેક વૃક્ષ અને છોડ પર તેમણે જે તે નામ અને તેની ખાસિયત લખેલી છે. ઔષધિય છોડ ઉપરાંત તાંબા અને પિત્તળની પ્રાચીન વસ્તુનો પણ અનોખો સંગ્રહ તેમની પાસે છે.