• Gujarati News
  • Government Will Take The Opposite Role Say Ajit Pawar

મુંબઈ:... તો સરકાર વિરુદ્ધ ભૂમિકા લઈશું: અજિત પવારનો ઈશારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો: અજિત પવાર)
મુંબઈ:ભારતીય જનતા પક્ષને જનતાએ મોટી અપેક્ષાઓથી ચૂંટી કાઢયો હતો. તેને લીધે ભાજપ સરકારે અન્યોને દોષ દેવાનાં કામો કરવાને બદલે જનતાનાં કામો કરવાં જોઈએ, દુકાળના પ્રશ્નોનો તુરંત નિર્ણય લઈને ખેડૂતોને તેમની ખેતીના પાકોને યોગ્ય ભાવ મળવો જોઈએ, અન્યથા નાગપુર અધિવેશન દરમિયાન અમે સરકાર વિરોધી ભૂમિકા લઈશું, એવો ઈશારો રાષ્ટ્રવાદીના નેતા અને માજી ઉપ મુખ્યમંત્રી અજિત પવારે ફડણવીસને ભાજપની સરકારને આપ્યો હતો.અજિત પવારે મુંબઈમાંના 26/11ના ત્રાસવાદી હુમલામાં હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને મરીન લાઈન્સ પોલીસ જિમખાના ખાતેની પોલીસ હુતાત્મા સ્મારકની મુલાકાત કરી હતી.
તે પછી અજિત પવાર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ અને મોદીએ દેશની જનતાને મોટાં આશ્વાસનો આપીને કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તા મેળવી છે. રાજ્યમાં જનતાએ મોટી અપેક્ષાઓથી ભાજપના હાથમાં સત્તા સોંપી છે.હવે તેમણે લોકોનાં કામો કરવાં જોઈએ, રાજ્યમાં મોટા પ્રમાણમાં દુકાળ છે. તેની તીવ્રતા દિવસે ને દિવસે વધી રહી છે. તેને લીધે બંને સરકારે ખેડૂતોને છેતરવાનું કામ કરવું નહીં. કોઈની સરખામણી કોઈની સાથે પણ કરવામાં આવી રહી છે, પરંતુ તેની સાથે લોકોને કંઈ લેવાદેવા નથી. આવાં વક્તવ્યો કરવા કરતાં ભાજપના નેતાઓએ ખેડૂતોનાં કામો કરવાં જોઈએ, એવો ટોણો પણ તેમણે ખડસેને માર્યો હતો.
ભાજપે દુકાળનો પ્રશ્ન યોગ્ય રીતે હાથ ધરવો જોઈએ. ખેડૂતોને ન્યાય આપવાની સાથે શેરડી સહિત અન્ય પાકોને યોગ્ય ભાવ મળવો જોઈએ. તેમ નહીં કરવામાં આવે તો 10 ડિસેમ્બરથી નાગપુરમાં ચાલુ થનારા શિયાળુ અધિવેશનમાં સરકારની ઝાટકણી કરીશું અને સરકારની વિરુદ્ધ ભૂમિકા લઈશું, એમ અજિત પવારે જણાવ્યું હતું.દરમિયાન દુકાળ સહિત શેરડી, સોયાબીન, કપાસ અને પાકના દરો બાબતે અને વિવિધ પ્રશ્નોની ઉપર રાષ્ટ્રવાદીની ભૂમિકા શું છે તે બાબતે વિધાનમંડળના પક્ષોના જૂથ નેતા અજિત પવારના નેતૃત્વ હેઠળ પક્ષનું શિષ્ટમંડળ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત કરીને નિવેદન આપશે, એમ રાષ્ટ્રવાદીના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરેએ જણાવ્યું હતું. અજિત પવારના નેતૃત્વ હેઠળ શિષ્ટમંડળમાં છગન ભુજબળ, જયંત પાટીલ, આર આર પાટીલની સહિત મારો સમાવેશ હશે, એવી માહિતી તટકરેએ આપી હતી.