તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોવંડી શતાબ્દી હોસ્પિટલને મેડિકલ કોલેજ મળશે : મેયર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આ મેડિકલ કોલેજ શરૂ કરવા તેઓ મુખ્ય પ્રધાન સાથે પત્રવ્યવહાર કરશે

ઉપનગરોના રહેવાસીઓ માટે ગોવંડીની શતાબ્દિ હોસ્પિટલમાં ટૂંક સમયમાં મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને અનુરોધ કરવામાં આવશે, એમ શહેરના મેયર સુનીલ પ્રભુએ જણાવ્યુ હતું.મેયર સુનીલ પ્રભુને હસ્તે ગોવંડીના પંડિત મદનમોહન માલવિયા હોસ્પિટલમાં એમઆરઆઈ વિભાગનું ઉદઘાટન કરવામાં આવ્યું તે વેળા પ્રભુ બોલી રહ્યા હતા. પ્રભુએ જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજના નિર્માણ માટે ઓછામાં ઓછા દસ એકર જમીનની જરૂર હોય છે. ગોવંડીની શતાબ્દિ હોસ્પિટલ પાસે ૧૩ એકર જમીન છે. તેથી મુશ્કેલી નહીં નડે. આ મેડિકલ કોલેજ શરૂ કરવા તેઓ મુખ્ય પ્રધાન સાથે પત્રવ્યવહાર કરશે.

ઈસ્ટર્ન હાઈવે પર થયેલા અકસ્માત બાદ સાયન હોસ્પિટલ પર દબાણ પડે છે. તેથી ટ્રોમા સેન્ટર શરૂ કરવા પ્રભુએ સૂચના આપી હતી. આગામી સમયમાં વહીવટી તંત્રે આ હોસ્પિટલમાં ૩૦૦ બેડ ઉપલબ્ધ કરાવવા પ્રયત્ન કરવો તેમ જ એમઆરઆઈ મશીન ૨૪ કલાક ચાલે તે માટે વધારાના કર્મચારીઓનાં પદ એક માસમાં ભરવાની સૂચના તેમણે આપી હતી.

આ વેળા નાયબ મેયર મોહન મીઠબાવકર, મહાપાલિકાના સભાગૃહ નેતા યશોધર ફણસે, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાહુલ શેવાળે, આરોગ્ય સમિતિ અધ્યક્ષા ગીતા ગવળી, વોર્ડ સમિતિ અધ્યક્ષ અરુણ કાંબળે, નગરસેવક રઈસ શેખ, દિનેશ પાંચાલ, દીપા પરબ, શાંતારામ પાટીલ, અશ્વિન વ્યાસ અને માજી વિધાનસભ્ય પાર્વતી પરિહાર વગેરે મોજૂદ હતાં.