મુંબઈ: બીડમાં મુંડેનો પરાજય નિ‌શ્ચિ‌ત : જાધવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના નેતા ગોપીનાથ મુંડે કેટલાય દાવાઓ કરી રહ્યા છે, પરંતુ બીડમાં તેમનો પરાજય નિ‌શ્ચિ‌ત છે. બીડ લોકસભા મતદારક્ષેત્રમાં એક બીડને છોડતાં બાકીના પાંચ વિધાનસભા મતદારક્ષેત્રમાં મુંડેને મતો મળવાના નથી. આષ્ટી, માજલગાંવ, કેજ, વરળી, ગેવરાઈમાં રાષ્ટ્રવાદીના ઉમેદવાર સુરેશ ધસને બહુમતી મળશે. મુંડેનો પરાજય આ મહાયુતિને મોટો આઘાત કરવાનો છે, એવો દાવો રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ ભાસ્કર જાધવે કર્યો હતો.

રાષ્ટ્રવાદી પ્રદેશ કાર્યાલયમાં પ્રસારણ માધ્યમો સાથે બોલતાં જાધવે કહ્યું હતું કે શરદ પવાર, અજિત પવાર, સુપ્રિયા સુળેએ ધસના પ્રચાર માટે બીડમાં ધામો નાખ્યો હતો. શરદ પવારને રાજકારણની ઝીણામાં ઝીણી બાબતોના જાણકાર હોવાથી તેમણે બીડના છએ મતદાર ક્ષેત્રનું અવલોકન કરી ધસના વિજય માટે શ્રેષ્ઠ વ્યૂહરચના કરી હતી. તેનું પરિણામ નિ‌શ્ચિ‌ત આવવાથી ધસ આ ચૂંટણી જીતી જશે. મુંડેના પગ તળેની જમીન સરકી જવાને કારણે જ તેમણે મનસેની મદદ લીધી હતી. આ મદદ પણ તેમને બચાવી શકશે નહીં.

બીડ સહિ‌ત બારામતી, માઢા, ઉસ્માનાબાદ, કોલ્હાપુર, રાયગઢ, થાણા, નાસિક, જલગાંવ,ભંડારા આ ઠેકાણે રાષ્ટ્રવાદીનો વિજય નિ‌શ્ચિ‌ત છે. રાષ્ટ્રવાદી તેમ જ કોંગ્રેસ મળીને રાજ્યમાં ર૪ જગ્યા મેળવશે. લોકસભાની ચૂંટણી પછી તરત જ વિધાનસભાની ચૂંટણી માટે અમે કામ પર લાગી ગયા છીએ.વિશેષમાં કહીએ તો લોકસભાની ચૂંટણીની વિધાનસભાની ચૂંટણી પર કોઈ પણ અસર થશે નહીં. ત્યાં સુધી નરેન્દ્ર મોદીનો પ્રભાવ પણ ઓસરવા લાગશે, એવો વિશ્વાસ જાધવે વ્યક્ત કર્યો હતો.