તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ મહાપાલિકાના 60 હજાર કરોડ કરજમાફી માટે આપો : અજિત પવાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ખેડૂતોની કરજમાફી પરથી રાષ્ટ્રવાદીના નેતા અજિત પવારઉદ્ધવ ઠાકરેને ટોણો માર્યો હતો. કરજમાફી માટે સરકારને રૂપિયાની અડચણ હોય તો મુંબઈ મહાપાલિકાની 60 હજાર કરોડ રૂપિયાની ફિકસ્ડ ડિપોઝીટનો ઉપયોગ કરવો અને એનું વ્યાજ સરકારે મહાપાલિકાને આપવું. તેથી શિવસેનાએ બેંકો સામે ઢોલ વગાડીને નૌટંકી કરવા કરતા સરકારને સહકાર્ય કરવું એવી ટીકા અજિત પવારે કરી હતી. 

ઉદ્ધવ ઠાકરેનું વર્તન બેમોઢાળુ છે. તેમનામાં હિંમત હોય તો તેમણે તેમના તાબામાંની મુંબઈ મહાપાલિકાના 60 હજાર કરોડ રૂપિયા સરકારને ઉપલબ્ધ કરી આપવા. ફક્ત ઢોલ વગાડીને સમસ્યા ઉકેલાતી નથી એમ પવારે જણાવ્યું હતું. રાજ્યના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિત પવાર કાર્યકર્તાઓના મેળાવડા નિમિત્તે જળગાવ આવ્યા હતા. એ સમયે તેમણે વિવિધ વિષયો પર પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. 

ફિક્સ ડિપોઝિટ તરીકે રાખેલા નાણાનો સદ્ઉપયોગ કરવા સુચન કર્યું

રાજ્યમાં દરેક જરૂરિયાતવાળા ખેડૂતને કરજમાફીનો ફાયદો થવો જોઈએ. પણ ખેડૂતોની કરજમાફી માટે સરકારને રૂપિયાની અડચણ હોય એમ લાગે છે. તેમને રૂપિયાની અડચણ હોય તો તેમણે મુંબઈ મહાપાલિકાએ ફિકસ્ડ ડિપોઝીટ તરીકે રાખેલા 60 હજાર કરોડ રૂપિયા ખેડૂતોની કરજમાફી માટે વાપરવા અને એનું વ્યાજ મહાપાલિકાને આપવું એવી સલાહ અજિત પવારે સરકારને આપી હતી. 

શિવસેનાએ બેંકો સામે ઢોલ વગાડવાની નૌટંકી કરવા કરતા સરકાર સાથે બેસીને આ રૂપિયાનો નિર્ણય લેવો જેથી ખેડૂતોની કરજમાફી માટે આ રૂપિયાનો ઉપયોગ થશે. મહાપાલિકાને પણ વ્યાજ મળશે અને ખેડૂતોનો ખરીફ પાક વેડફાશે નહીં. આમ બમણો ફાયદો મહાપાલિકાની ફિકસ્ડ ડિપોઝીટનો થવાથી શિવસેના અને ભાજપે સાથે બેસીને નિર્ણય લઈને આ સમસ્યા ઉકેલવી એમ તેમણે જણાવ્યું હતું.

ભ્રષ્ટાચારની તપાસ કરાવવી

જળગાવમાં જાહેર સભામાં ઉદ્ધવ ઠાકરેએ અજિત પવાર પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા. એના પર બોલતા પવારે જણાવ્યું હતું કે ભાજપ અને શિવસેના યુતીની રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર છે. તેમણે શું તપાસ કરાવવી છે તે કરવી. કાયદો બધા માટે સમાન હોવાથી પોતે એની બહાર નથી.
 
અન્ય સમાચારો પણ છે...