મુંબઈની યુવતીઑ હવે દબંગ બનવાનો સમય આવી ગયો છે : અભિનેત્રી દિપીકા સિંઘ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હું નિવાસી છું દિલ્હીની, દિલ્હીમાં હતી ત્યારે આવા બદમાશોનો સામનો અમે કરતાં આવતા હતા, હું દિલ્હીમાં હતી ત્યારે મિત્રો સાથે ચર્ચા કરતાં મે સાંભળ્યુ હતું કે મુંબઈમાં યુવતીઑ અને મહિલાઑ સુરક્ષિત છે. અહી વિના ભયે તમે કામ કરી શકો છો. પણ થાણામાં અને કાંદિવલીમાં જે યુવતીઑ સાથે બનાવ બન્યા છે એ જોઈ આંધળો માણસ પણ એમ નહીં કે મુંબઈ સેફ છે? મારો દિયા ઔર બાતીનો સેટ મિરા રોડ પર છે. મે ઘર પર મિરા રોડમાં લીધું છે, કારણકે ટ્રાન્સપોર્ટેશનમાં સમય મારો વેડફાય નહીં. પરંતુ મુંબઈમાં મારી જેવી ઘણી ફિમેલ આર્ટિસ્ટ છે જેમના ઘર લોકેશનથી ઘણા દૂર હોય છે. રાત્રે સેટ પરથી તેઓ જાતે ડ્રાઈવ કરીને ઘેર પહોચતી હોય છે શું દરેક મહિલા કલાકારે એક પુરુષ ડ્રાઈવર રાખવો જરૂરી છે. તમે યુવતીઑને શિખામણ આપો છો કે ટુકા કપડાં નહીં પેહરો. ઓફિસથી ઘેર જલ્દી આવી જાઓ. પણ જે બિચારી છોકરી ભારતીય પરિધાનમાં હતી પણ તેની સાથે નરાધામોએ ખોટું આચરણ કર્યું તેને તમે શું કેહશો? ભારતીયતા ? દિપીકાએ દિવ્યભાસ્કર મુંબઈને વધુમાં જણાવતા કહ્યું હતું કે' કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી યુવતી સાડી પેહરી કે ઘૂઘટ ઓઢીને કામ ના કરી શકે. આવા માનસિક રોગી અને વિકૃત પુરુષોને પંપાડવાનું છોડી દો. જે છોકરી ઓશિવરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે, મને એ છોકરીનો વિચાર કરીને એમ થાય છે કે તેની માનસિક સ્થિતિ અત્યારે કેવી હશે? હું મુંબઈની છોકરીઑને એમજ કહીશ કે સિસ્ટમમાં ખામી છે? એને કારણે તમે ડરશો નહીં મજબૂત બની આવા બદમાશોનો સામનો કરો અને તેમને સબક શિખવાડો. બસ મુંબઈની યુવતીઑ દબંગ બનો.