તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ: મહિલા પર ગેન્ગરેપ પછી પાંચમા માળેથી રહસ્યમય રીતે પટકાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: મુંબઈમાં ઉત્તર પ્રદેશથી નોકરીને બહાને લાવવામાં આવેલી 27 વર્ષની મહિલા પર બે જણે ગેન્ગરેપ કર્યા પછી દક્ષિણ મુંબઈના એક મકાનમાંથી રહસ્યમય રીતે નીચે પડીને ગંભીર રીતે ઈજા પામી છે. બંને આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આજે પરોઢિયે આ મહિલા પાયધુની વિસ્તારના મકાનના એક ડક્ટમાં પડેલી મળી આવી હતી. તેને નજીકની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની પર ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. 

ડીસીપી જ્ઞાનેશ્વર ચૌહાણે જણાવ્યું હતું કે ગેન્ગરેપનો ગુનો દાખલ કરીને બે જણની ધરપકડ કરાઈ છે. નોકરીને નામે આ મહિલાનો જ એક પરિચિત મુંબઈમાં 10 દિવસ પૂર્વે લાવ્યો હતો. બંને આઠ દિવસ સુધી ભિવંડીમાં રહ્યાં હતાં, જ્યાં પરિચિતે તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. આ પછી ગઈકાલે રાત્રે પાયધુનીના એક મકાનના પાંચમા માળે તેને પરિચિતના મિત્રના ગોદામ કમ ઘરમાં લાવવામાં આવી હતી, જ્યાં ત્રણેયે જોડે ભોજન કર્યું હતું, જે પછી આ પરિચિત તથા તેના મિત્રએ વારાફરતી સામૂહિક દુષ્કર્મ કર્યું હતું, એવું મહિલાએ પોલીસને જણાવ્યું છે. રાત્રે બંને આરોપી સૂઈ ગયા ત્યારે ઘરમાંથી ભાગી જવાના પ્રયાસમાં આ મહિલા નીચે પડીને ગંભીર ઈજા પામી છે એવું પ્રથમદર્શી જણાય છે, પરંતુ તેને ફેંકવામાં આવી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો