મુંબઈમાં દિવસના પાંચ હજાર ટેલિગ્રામ થાય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ભારતમાં દિવસના પાંચ હજાર ટેલિગ્રામ મોકલવામાં આવતા નથી એમ જણાવી આગામી તા.૧૪મી જુલાઈથી ટેલિગ્રામ સેવા બંધ કરવાની જાહેરાત બીએસેનએલના અધિકારીઓએ કરી તો હતી પરંતુ માત્ર મુંબઈમાં દિવસના સરેરાશ પાંચ હજાર ટેલિગ્રામ મોકલવામાં આવતા હોવાની વાસ્તવિકતા સામે આવી છે.

બેન્કો, કોર્ટો, સરકારી કાર્યાલયો અને ખાનગી ક્ષેત્રમાં વિવિધ સેવા કંપનીઓની મદદ આજે પણ ટેલિગ્રામ કરે છે.આઈસીઆઈસીઆઈ, એચડીએફસી જેવી બેન્કોનો કામકાજમાં તારને પુરાવો ગણવામાં આવે છે. તેથી દિવસના ૩,૦૦૦ ટેલિગ્રામ આ બેન્કો દ્વારા જ મેાકલવામાં આવે છે. આ ઉપરાંત સરકારી કાર્યાલયો, વેધશાળા, બેન્કો, ઈન્શ્યુરન્સ કંપનીઓ દ્વારા તારનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે, એમ બીએસએનએલ એમ્પ્લોયીઝ યુનિયનના જિલ્લા સચિવ (મુંબઈ)ના સત્યવાન ઉભેએ જણાવ્યું હતું. અફઝલ ગુરુને ફાંસી આપવાના સમાચાર સ્પષ્ટ કરતી વેળા કેન્દ્રીય પ્રધાન સુશીલકુમાર શિંદેએ પણ તાર મોકલ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.