તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Live તસવીરો: દક્ષિણ મુંબઈની એક્સચેન્જ બિલ્ડિંગમાં ભીષણ આગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દક્ષિણ મુંબઈના બેલાર્ડ પિયર ખાતે એક્સચેન્જ બિલ્ડિંગમાં આગ લાગતા નાર્કોટિક્સ બ્યુરોની કચેરી ખાખ

દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ પિયર ખાતે એકસચેન્જ બિલ્ડિંગ નામની ત્રણ માળની ઈમારતમાં બુધવારે આગ લાગી હતી. આગમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની કચેરી બળીને ખાખ થઈ ગઈ હતી. કલાકોની જહેમત બાદ આગને બપોરે કાબૂમાં લઈ શકાઈ હતી. બેલાર્ડ એસ્ટેટમાં રામ ગુલામ માર્ગ જંકશન જેએન જરેડિયા માર્ગ પર આ મકાન સ્થિત છે, જ્યારે સવારે ૧૧.૦૦ વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી.

આ ઈમારતમાં બાર મહત્વની સરકારી ઓફિસો છે, જેમાંથી એનસીબી ઉપરના માળે છે. આગ લાગવાના સમાચાર મળતાં જ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડના બાર બંબાઓ પહોંચી ગયા હતા. ઉપરાંત પાંચ પાણીના ટેન્કર પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. આગને કાબુમાં લેવા પ્રયત્નો ચાલુ સખત જહેમત ઉઠાવવામાં આવી હતી.

ઘટનાની Live તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતા જાવ...