તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈમાં આર્બિટ્રેશન સેન્ટર સ્થપાશે: ફડણવીસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓ તરફથી મુંબઈમાં ઊભા કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય નાણા કેન્દ્રને સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ઉદ્યોગો માટે સગવડરૂપ મુંબઈમાં આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્રની (ઓર્બિટ્રેશન સેંટર) આગામી બે મહિનામાં સ્થાપના કરવામાં આવશે એવી માહિતી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપી હતી. હિતાચી સોશિયલ ઈનોવેશન ફોરમ 2016ના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી બોલી રહ્યા હતા. ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રની નવીનતાઓનો પૂરેપૂરો ઉપયોગ રાજ્ય શાસન કરે છે. 2018 સુધી રાજ્યના તમામ ગામડાઓ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કથી જોડવામાં આવશે.

સામાન્ય નાગરિકોને કેન્દ્રસ્થાને રાખી સેવા આપવાનું રાજ્ય શાસને નક્કી કર્યું છે. અત્યાર સુધી 200 સેવા ઓનલાઈન કરવામાં આવી હોઈ આગામી 2 ઓકટોબરથી રાજ્ય શાસનની બાકીની સેવાઓ ડિજિટલ સ્વરૂપમાં અને મોબાઈલ એપના માધ્યમથી આપવાની શરૂઆત થશે. તેથી માનવીય હસ્તક્ષેપ ટાળીને નાગરિકોને પારદર્શક અને કાર્યક્ષમ સેવા મળશે. એના લીધે કોઈ પણ નાગરિકને આગામી સમયમાં શાસકીય કાર્યાલયમાં જવાની જરૂર નહીં રહે એમ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું હતું.

દેશમાં પ્રથમ વખત જ મહારાષ્ટ્રએ ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ સિસ્ટમ યોજના અમલમાં મૂકવાની શરૂઆત કરી છે. એના દ્વારા રાજ્યના તમામ પોલીસ સ્ટેશન જોડવામાં આવશે. ભવિષ્યમાં કોઈ પણ ગુનાની ફરિયાદ નોંધવાની સગવડ ઉપલબ્ધ થશે. મુંબઈમાં ઊભા થનારા આંતરરાષ્ટ્રીય નાણા કેન્દ્રને ઉદ્યોગજગત તરફથી સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ભારતના ઉદ્યોગપતિઓ સમસ્યાના ઉકેલ માટે સિંગાપુર જાય છે. તેથી રાજ્ય શાસને મુંબઈમાં આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર ઊભું કરવાનો નિર્ણય લીધો હોઈ બે મહિનામાં એ શરૂ થશે એમ મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો