• Gujarati News
  • Excellent Management Of Government House Awarded The ISO Certificate

રાજભવનને ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન માટે ISO પ્રમાણ પત્ર એનાયત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજભવનને ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન માટે ISO પ્રમાણ પત્ર એનાયત
- રાજ ભવન’ ઈમારતને 'આઈએસઓ’ પ્રમાણ પત્ર એનાયત કરાયું છે


મહારાષ્ટ્રના રાજ્યપાલના નિવાસ 'રાજ ભવન’ ઈમારતને 'આઈએસઓ’ પ્રમાણ પત્ર એનાયત કરાયું છે. વ્યવસ્થાપન (મેનેજમેન્ટ)ની ઉત્કૃષ્ટ પ્રણાલીઓ માટે સંસ્થાકીય ધોરણે અપાતું આ પ્રમાણ પત્ર મેળવનારો દેશનો પ્રથમ રાજ્યપાલ નિવાસ મહારાષ્ટ્રનું રાજ ભવન છે. તાજેતરમાં આઈએસઓ પ્રમાણપત્ર આપતી કંપની 'એજીએસઆઈ’નાં ડાયરેક્ટર મોના દેસાઈએ દક્ષિણ મુંબઈ સ્થિત રાજ ભવન ખાતે એક વિશષ્ટિ સમારંભમાં આ પ્રમાણપત્ર સુપરત ક્ર્યું હતું. આ પ્રોજેક્ટ પાર પાડવામાં 'રાજ ભવન’ને બૂન મેનેજમેન્ટના વિજય મૂળેએ કન્સલ્ટન્સી સેવાઓ આપી હતી.

રાજ્યપાલ કે. શંકરનારાયણને આઈએસઓ પ્રમાણપત્ર મેળવવા બદલ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ''પ્રલંબકાળ સુધી સેવાઓની ગુણવત્તાનું સાતત્ય જાળવવા માટે સમગ્ર કર્મચારી વર્ગની સમર્પિ‌ત કાર્યવૃત્તિ અને નિષ્ઠા અનિવાર્ય છે. રાજ્યમાં 'રાજ્યપાલ’ હોદ્દા અને સંસ્થાની દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાને છે. એ દરજ્જા પ્રમાણે રાજ ભવન અન્યો માટે ઉદાહરણરૂપ બને એ અનિવાર્ય છે. આઈએસઓ પ્રમાણપત્ર સૌ બાબત સિદ્ધ કરે છે.

રાજ ભવન સચિવાલયે અપનાવેલી વ્યવસ્થાપન પદ્ધતિ અને જાળવેલા ઉચ્ચ સ્તર બદલ આઈએસઓ સર્ટિ‌ફિકેશન એનાયત કરાયું હતું. આ સંસ્થાની તમામ કાર્યવાહીઓ અને કાર્યતંત્ર આઈએસઓ ૯૦૦૧: ૨૦૦૮નાં ધારાધોરણો પ્રમાણે છે. રાજ ભવને સર્વસામાન્ય અને કાર્યાલય સંબંધી સુધારા દાખલ કરીને તમામ વિભાગો માટે સર્વસામાન્ય કાર્યપદ્ધતિઓ અપનાવી છે.