• Gujarati News
  • Events Held To Mark The Anniversary Of The Assassination Of Opposition Dabholakara

દાભોલકરની હત્યાની વરસી નિમિત્તે વિરોધ કાર્યક્રમો યોજાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
- દાભોલકરની હત્યાની વરસી નિમિત્તે વિરોધ કાર્યક્રમો યોજાયા
- હત્યાનું એક વર્ષ છતા પણ તપાસમાં કોઇ પણ પ્રગતી જોવા મળી નથી

પુણે : અંધશ્રદ્ધા નિમૂર્‍લન સમિતિના સંસ્થાપક અધ્યક્ષ ડોકટર નરેંદ્ર દાભલકરની હત્યાને બુધવારે એક વર્ષ પૂરું થયું હતું. હત્યાને એક વર્ષ વીત્યું હોવા છતાં બધી તપાસ વ્યર્થ સાબિત થઈ છે. બુધવારે પુણે ખાતે અંધશ્રદ્ધા નિર્મુલન સમિતિ તરફથી વિરોધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે ઠેકાણે દાભોલકરની હત્યા કરાઈ હતી એ ઓમકારેશ્વર પુલ પર જઈ સવારના અંજલિ અપાઈ હતી. એક વર્ષ પૂરું થવા છતાં હત્યાની તપાસ પૂરી ન થઈ હોવાથી સમિતિના કાર્યકર્તાઓએ સમૂહગાયન કર્યું હતું.
એ પછી વિરોધ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અભિનેતા નસીરુદ્દીન શાહ, અમોલ પાલેકર, દિગ્દર્શક અતુલ પેઠે સહિ‌ત અનેક મહાનુભવ ઉપસ્થિત હતા. દાભોલકરની દીકરી મુક્તા, દીકરો હમીદ અને પત્ની શૈલા પણ હાજર હતાં. સાતારામાં પણ માનવસાંકળ રચી તેમને યાદ કરવામાં આવ્યા હતા. એ સાથે જ વર્ષમાં હત્યાની તપાસ ન થવાથી અનેક જણાએ નારાજગી વ્યક્ત કરી હતી. લાતુર, ઉસ્માનાબાદ, સોલાપુર, મુંબઈ, ઔરંગાબાદ વગેરે શહેરોમાં પણ દાભોલકરની શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિગ્દર્શક અતુલ પેઠેએ દાભોલકરને તેમના નાટક રિંગણ દ્વારા અંજલી આપી હતી. પુણેના મનોહર મંગલ કાર્યાલયમાં તેમના નાટકનો ૧૦૦મો પ્રયોગ આયોજિત કર્યો હતો. મહારાષ્ટ્ર અંધશ્રધ્ધા નિમૂર્‍લન સમિતી અને મહારાષ્ટ્ર અંધશ્રધ્ધા નિમૂર્‍લન સમિતી લોક રંગમંચની પ્રસ્તુતી રિંગણ પથનાટકમાં ૨૦ ગામના ૨પ૦ કલાકારોએ ભાગ લીધો હતો. છ કલાક ચાલેલા આ નાટક દ્વારા દાભોલકરના વિચાર, અંધશ્રધ્ધા નિમૂર્‍લન માટે જનજાગૃતિના પ્રયત્ન કરવામાં આવ્યા હતા.