અરૂણા સાથે દુષ્કર્મ કરનાર ઉત્તરપ્રદેશમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નવેસરથી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાય કે કેમ તેની અટકળ શરૂ થઈ
- અરૂણાને ઈચ્છામૃત્યુ મળે માટે પત્રકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
મુંબઈ: કેઈએમ હોસ્પિટલની નર્સ અરૂણા શાનબાગ સાથે દુષ્કર્મ કરનાર સોહનલાલ ભરતા વાલ્મિકી ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. સોહનલાલ જીવતો છે અને ઉત્તર પ્રદેશમાં પોતાના સાસરે રહે છે એ પ્રકાશમાં આવવાથી પોલીસ આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરી શકે છે કે નહીં એની નવેસરથી તપાસ શરૂ થઈ છે. અરૂણા કેસ રિ-ઓપન કરવામાં આવશે કે કેમ એ બાબતે સહ પોલીસ આયુક્ત દેવેન ભારતીએ જણાવ્યું હતું કે પ્રથમદર્શી આ પ્રકરણ ખૂબ જૂનું છે અને અરૂણાનું મૃત્યુ ન્યૂમોનિયાને કારણે થયું હોવાથી આ કેસમાં આરોપી પર નવેસરથી કોઈ કલમ લગાવવામાં આવી શકે એવું અત્યારે જણાતું નથી.

અરૂણાને ઈચ્છામૃત્યુ મળે એ માટે એક પત્રકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પણ કોર્ટે આ વિનંતી ફગાવી દીધી હતી. આ ચુકાદો કુદરતી મૃત્યુની દષ્ટિએ હતો. એ અનુસાર અરૂણાનું મૃત્યુ કુદરતી ઘટના છે. એના મૃત્યુનું કારણ ન્યૂમોનિયા છે. તેથી આ પ્રકરણે અમે કોઈ પણ કાર્યવાહીનું પગલું ભરતાં પહેલાં કાયદાકીય સલાહ લઈશું એમ ભારતીએ સ્પષ્ટ કર્યું હતું. અરૂણાના મૃત્યુ પછી સોહનલાલ ક્યા રહે છે એનો પોલીસને અત્યાર સુધી પત્તો લાગ્યો નહોતો. જોકે હવે તે મળી આવ્યો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં પારપા નામના ગામમાં સોહનલાલ એની પત્ની, બે પુત્રો, પુત્રવધૂઓ અને પૌત્રપૌત્રીઓ સાથે રહે છે. સોહનલાલનું મૂળ ગામ બુલંદ શહેરનું દાદુપુર છે પણ અરૂણા પ્રકરણ થયા પછી આ ગામ એણે છોડવું પડ્યું હતું. એ પછી સસરાના પારપા ગામમાં એ એના કુટુંબ સાથે એક નાનકડા ઘરમાં રહે છે.
ખાસ વાત એટલે અરૂણાના મૃત્યુની જાણ સોહનલાલને તરત થઈ હતી. એ પછી પોતાની પર કાર્યવાહી થશે એવો ડર એને લાગી રહ્યો છે. તેથી એ ચાલાકીથી વર્તી રહ્યો છે. મેં એની સાથે દુષ્કર્મ કર્યું જ નહોતું. એ દિવસે ચોક્કસ શું થયું હતું એ મને યાદ નથી. હવે બધું પૂરું થઈ ગયું છે. ફરીથી શા માટે વિષય ઉખેળો છો. બચેલું જીવન હું જેમતેમ જીવી રહ્યો છું એમ સોહનલાલે જણાવ્યું હતું. 1980થી ગુમનામીમાં અરૂણા શાનબાગ સાથે સોહનલાલે 27 નવેમ્બર 1973ના દિવસે દુષ્કર્મ કર્યું હતું. એ પછી એને જેલની સજા થઈ હતી. 1980માં જેલમાંથી છૂટ્યા બાદ એનો કોઈ પત્તો નહોતો.

- દિલ્હીમાં કામ નથી કર્યું

અરૂણાની આત્મકથા લખનાર પિંકી વિરાણીએ કેઈએમ હોસ્પિટલના વોર્ડબોયઝ સાથે વાત કર્યા પછી સોહનલાલ પોતાની ઓળખ બદલીને દિલ્હીની કોઈ હોસ્પિટલમાં કામ કરે છે એવો દાવો કર્યો હતો. જોકે દિલ્હીમાં ઓળખ બદલીને પોતે કોઈ કામ કર્યું ન હોવાની સ્પષ્ટતા સોહનલાલે હમણાં કરી હતી.
અન્ય સમાચારો પણ છે...