રાજ્યમાં પ૦ લાખથી વધુ મતદારો મતદાનથી વંચીત રહ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં પ૦ લાખથી વધુ મતદારો મતદાનથી વંચીત રહ્યાં

મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના પછી પહેલી વાર મતદારી યાદીમાંનાં પચાસ લાખથી વધુ નામો રદ કરવાની પ્રક્રિયા ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના સમયે પાર પાડતાં પુણેની જેમ ગુરુવારે મુંબઈના પણ લાખો મતદારોનાં નામ મતદાર યાદીમાંથી બાકાત થઈ ગયાં હતાં.

મહારાષ્ટ્રમાં ફોટો સાથેની મતદાર યાદી તૈયાર કરવાનું કામ માંડ ૭૬ ટકા જેટલું થયું હતું. રાષ્ટ્રીય સ્તરે આ કામ ૯૮ ટકા પૂરું થયું હોવાથી મહારાષ્ટ્ર આ કામ બાબતે પાછળ રહી ગયું હોવાની ગંભીર નોંધી ચૂંટણી પંચે લીધી હતી. લોકસભાની ચૂંટણી પહેલાં બદલાયેલું સરનામું, મૃત્યુ પામનાર, બે ઠેકાણે મતદાર યાદીમાં નામ હોય એવા મતદારોનાં નામ યાદીમાંથી કાઢી નાખવાની પ્રક્રિયા પૂર્ણ કરી ફોટો સાથેની મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી.

એ મુજબ ત્રીસ લાખ મતદારોનો ફોટો એકઠા કરી ફોટો સાથેની મતદાર યાદી તૈયાર કરતાં પચાસ લાખથી વધુ નામ રાજયભરમાંથી રદબાતલ કરવામાં આવ્યાં હતાં. આ પ્રક્રિયા માટે પંચના કર્મચારીઓ ઘેર ઘેર ગયા હતા. એ સમયે મતદાર ઘેર ન હોય તો પાડોશીઓ અને સિક્યુરિટી ગાર્ડ પાસે તેમનાં રહેઠાણ બાબત પૃચ્છા કરી હતી. કમસેકમ ત્રણ વખત જઈ ખાતરી કરીને મતદાર ત્યાં ન હોવાથી નામ રદબાતલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, એવો દાવો ચૂંટણી પંચનો છે.

મુંબઈ, પુણે જેવાં શહેરોમાં મોટા ભાગના મતદારો નોકરી, ધંધો અથવા શિક્ષણ માટે દિવસભર બહાર હોય છે. શનિવાર, રવિવાર અથવા જાહેર રજાના દિવસોએ તેઓ બહાર ગયા હોય અન એ જ સમયે પંચનો કર્મચારી ઘેર આવ્યો હોય તો નામ રદબાતલ થઈ શકે છે. એક જ કુટુંબનાં કેટલાંક નામ યાદીમાં હોય અને કેટલાંક રદ થયાં હોય એનું કારણ પાડોશીઓએ એ કુટુંબની વ્યક્તિઓની શું માહિ‌તી આપી તેની પર આધાર રાખે છે, એમ ચૂંટણી પંચનું કહેવું છે.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.......