મુંબઈમાં ૩ કેન્દ્રો પર ફેર મતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી અધિકારીના છબરડાને લીધે રવિવારે મુંબઈમાં ત્રણ અને રાજ્યમાં એક મળી ચાર મતદાન મથકમાં ફેરમતદાન યોજાશે. આ મતદાન મથકોમાં ઉત્તર મુંબઈમાં ચારકોપ (બૂથ ૨૪૩), મલાડ (૨૪૨), ઉત્તર મધ્યમાં ચાંદિવલી (બૂથ ૧૬૦) અને અમદાવાદના શ્રીગોંડામાં ફેરમતદાન યોજાશે. મુંબઈમાં લગભગ ૪૦૦૦ મતદારોએ રવિવારે ફરીથી મતદાન કરવું પડશે.

ચૂંટણી પંચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે મતદાન પૂર્વે જે તે મતદાન મથકના ચૂંટણી અધિકારીએ પ્રણાલી બરોબર કામ કરે છે કે નહીં તે જોવા માટે વાસ્તવિક મતદાન શરૂ થાય તે પૂર્વે મોક ડ્રિલ કરવાનું હોય છે. આ પછી મોક ડ્રિલમાં કરાતા મતદાનનો ડેટા ભૂંસી નાખવાનો હોય છે. જોકે ઉક્ત ચાર મતદાન મથકમાં ચૂંટણી અધિકારી ડેટા ભૂંસવાનું જ ભૂલી ગયા હતા, જેને લીધે વાસ્તવિક વોટ સાથે તેની પણ ગણતરી થઈ હતી.