બોમ્બવિસ્ફોટનો આરોપી એહતેશામે ટુરીઝમમાં ડિગ્રી ર્કોસ પૂરો કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-બોમ્બવિસ્ફોટનો આરોપી એહતેશામે ટુરીઝમમાં ડિગ્રી ર્કોસ પૂરો કર્યો
-એહતેશામે ઉર્દુ-અરબી ભાષા અને માનવાધિકારમાં સર્ટિ‌ફિકેટ ર્કોસ પણ કર્યો
૨૦૦૬ના લોકલ ટ્રેનોના બોમ્બવિસ્ફોટનો આરોપી એહતેશામ એહતેશામ સિદ્દિકી (૩૧)એ આર્થર રોડ જેલમાં કોરસ્પોન્ડ્સ મારફત અભ્યાસ કરીને ટુરીઝમમાં ત્રણ વર્ષનો ડિગ્રી ર્કોસ પૂર્ણ કર્યો છે. તેએ ઉર્દુ અને અરબી ભાષા અને માનવાધિકારમાં સર્ટિ‌ફિકેટ ર્કોસ પણ કર્યો છે, એમ એહતેશામ અને અન્ય આરોપીઓને મફતમાં કાનૂની સહાય આવકતા જમિયત- ઉલ- ઉલેમાએ જણાવ્યું હતું.
મકોકા ર્કોટે આ વિશેષ ર્કોસ કરવા માટે એહતેશામને પરવાનગી આપી હતી. તે દર રવિવારે પરાંની શૈક્ષણિક સંસ્થામાં ર્કોસ કરવા જાય છે, જ્યાં છ પોલીસ તેની જોડે એસ્ર્કોટ તરીકે જાય છે. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિ‌ટી દ્વારા જેલમાં વિનંતી પર પરીક્ષા શરૂ કરવામાં આવી હતી, એમ એડવોકેટ શાહિ‌દ નદીમે જણાવ્યું હતું. ધરપકડ પૂર્વે એહતેશામ પુસ્તકો વેચતો હતો, જેમાંથ તેને વાંચનમાં રસ જાગ્યો હતો. હવે જેલમાં તે સાથીઓને કાયદો સમજવામાં મદદરૂપ થાય છે, જેથી તેઓ પોતાનો બચાવ પોતે કરી શકે.
એહતેશામની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા મકોકા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોતાને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યો હોવાનો આરોપ કર્યો છે. સમયાંતરે તેણે ફરિયાદ પક્ષના કેસમાં છટકબારી હોવાનું બતાવવા માટે આરટીઆઈનો ઉપયોગ કર્યો છે. તેની પર ગોવંડીમાં મહંમદ અલીના ઘરમાં અન્ય આરોપીઓ સાથે મળીને પ્રેશર કૂકર બોમ્બ બનાવવામાં મદદરૂપ થવાનો આરોપ છે. પોલીસનો દાવો છે કે ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ ચર્ચગેટ રેલવે સ્ટેશન પર તેણે બોમ્બ મૂક્યો હતો. નોંધનીય છે કે તે દિવસે બોમ્બવિસ્ફોટમાં ૧૮૭ જણ માર્યા ગયા હતા, જ્યાં સેંકડો ઘાયલ થયા હતા.