તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોક્ટરની બેદરકારીથી સોફ્ટવેર એન્જિ.નું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ડોક્ટરની બેદરકારીથી સોફ્ટવેર એન્જિ.નું મોત
- દરદીની કિડની બહાર કાઢવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું


પથરીનું ઓપરેશન કરતી વખતે ડોક્ટરની બેદરકારીથી ૩૨ વર્ષના સોફ્ટવેર એન્જિનિયરનું મોત નીપજ્યું હતું. બુધવારે સવારે બનેલી આ ઘટનામાં દરદીનો રક્તસ્ર્વ અટકતો ન હોવાથી તેને બીજી હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યારે દરદીની કિડની બહાર કાઢવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.

દરદીના મૃત્યુ પછી મૃતદેહ અને કિડની પોલીસે સાસૂન હોસ્પિટલના ન્યાય તબીબી વિભાગમાં પોસ્ટર્મોટમ માટે મોકલી આપી હતી. મૃતકનું નામ ઈન્દ્રજિત ચવ્હાણ છે. ૩૨ વર્ષનો આ યુવાન મૂળ ભોસરીનો રહેવાસી છે. તે પત્ની, દોઢ વર્ષનો પુત્ર અને માતા, બે બહેનોને પાછળ છોડી ગયો છે. પાંચ- છ દિવસથી તેને પથરીતી દર્દ થતું હતું. લો કોલેજ માર્ગ પર આવેલી હોસ્પિટલમાં તે મૂત્રરોગ નિષ્ણાત પાસે ગયો હતો, જ્યાં ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી. ડોક્ટરે આપેલી સલાહ અનુસાર તે ૨૧ ફેબ્રુઆરીના રોજ દાખલ થયો હતો. ૨પ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨ વાગ્યે તેની પર ઓપરેશન કરાયું હતું. સાંજે ૪.૩૦ વાગ્યે તેને બહાર લાવવામાં આવ્યો હતો. તે સમયે સંબંધીઓને દુરબીનથી ઓપરેશન કરાયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

દરદીના પેટમાં રક્તસ્રવ થવાથી તેનું પેટ સતત ફૂલતું હોવાથી ડોક્ટરોએ સાંજે તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપવામાં આવી હતી. આ હોસ્પિટલના ડોક્ટરો પણ દરદી સાથે અન્ય હોસ્પિટલમાં આવ્યા હતા. અહીં બંને હોસ્પિટલના ડોક્ટરો તાત્કાલિક દરદીને શસ્ત્રક્રિયા કરવા માટે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. જોકે રક્તસ્રવ બંધ નહીં થતાં દરદીને કિડની જ કાઢી લેવાઈ હતી. આ ઓપરેશન પછી દરદીનું મોત નીપજ્યું હોવાનું કહેવાયું હતું. સંબંધીઓને આ વાત માનવામાં ન આવતાં કોથરૂડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યાં આ પ્રકરણની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો