ધનતેરસની સાંજે થયેલા સામૂહિક બળાત્કાર કેસમાં વધુ ૩ પકડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંધેરી સાકીનાકાથી પોલીસે ઝડપી લીધા

ધન તેરસની પૂજા નિમિત્તે મિત્રોએ ઘરે બોલાવ્યા બાદ સગીરા ઉપર સામૂહિક બળાત્કારની તાજેતરમાં ગોરેગામ ખાતે બનેલી ઘટના સંદર્ભે પોલીસે વધુ ત્રણ ફરાર આરોપીઓને આજે અંધેરી સાકીનાકા વિસ્તારમાથી ઝડપી લીધા હતા. પોલીસે આ અગાઉ ત્રણ આરોપીને પકડાયા હતા, આમ આ કેસમાં પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા છ પર પહોંચી છે.

ધન તેરસની પૂજા માટે પોતાના ઓળખીતા મિત્રોએ આમંત્રણ આપ્યું હોવાથી તે ૧૬ વર્ષીય યુવતી મિત્રના ઘરે સાંજે ગઈ હતી , પૂજા પૂરી થયા બાદ તેના એક મિત્રએ તેને કહ્યુ હતું કે તે તેને ઘરે મૂકવા સાથે આવશે, તે પહેલા તેને કેફી દ્રવ્ય ધરાવતું ઠંડુ પીણું પીવડાવ્યુ હતું. ઘરેથી નીકળતા કિશોરીને ઘેન ચઢવા લાગ્યું હતું અને તેની આ દશાનો લાભ લઈ તેને એક નિર્જન સ્થળે નરાધમ મિત્રો લઈ ગયા હતા અને તેની બેહોશીની હાલતમાં સામૂહિક બળાત્કાર કર્યો હતો.

આઘાતથી અવાક હતી સગીરા .. વાંચવા આગળ ક્લિક કરો