તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Difficult To Establish A One party Government After Parliamentary Elections

ખીચડી સરકાર દેશના વિકાસ માટે મારક : CM

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ખીચડી સરકાર દેશના વિકાસ માટે મારક : CM
-લોકસભાની ચૂંટણી પછી એક જ પક્ષને સરકાર સ્થાપવાનું મુશ્કેલ હોવાના પૃથ્વીરાજના સંકેત
દેશની પરિસ્થિતિ જોતાં ચૂંટણી પરિણામ પછી મોરચા સરકાર અનિવાર્ય નીવડવાની ભીતિ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે વ્યક્ત કરી છે. સ્પષ્ટ બહુમત નહીં મળે તો એકાદ પક્ષને સરકાર સ્થાપવાનું મુશ્કેલ બને છે. ઉપરાંત અનેક પક્ષોની સંયુક્ત સરકાર સત્તા પર આવતાં દેશ હિ‌ત માટે મારક ઠરશે, એવી ભીતિ પૃથ્વીરાજ ચવ્હાણે વ્યક્ત કરી હતી.
આગામી લોકસભા ચૂંટણીમાં ખંડિત જનાદેશથી મોરચાનું અસ્તિત્વ પણ સાકાર થઈ નહીં શકે તો સરકાર તૈયાર થઈ શકતી નથી, એવો અફસોસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
લોકસભાની ચૂંટણી પછી એક જ પક્ષને સરકાર સ્થાપવાનું મુશ્કેલ હોવાના સંકેત પૃથ્વીરાજે આપ્યા હતા. દેશની જનતા ધર્માંધ શક્તિને રોકવા માટે એકત્ર આવીને નિર્ણાયક કોલ આપશે, એવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.
લોકસભાની ચૂંટણી નજીક આવી છે.
હાલની પ્રાપ્ત પરિસ્થિતિ જોતાં કેન્દ્રની સત્તા કોની પાસે જવાની છે તે હાલમાં કહી શકાય એમ નથી. કોઈ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળશે નહીં, પરંતુ સત્તા સ્થાપન કરવા માટે એકાદ પક્ષને
નિર્ણાયક બહુમત મળશે કે કેમ તેની પર પણ બધો આધાર રહેશે.