• Gujarati News
  • Dhananjay Munde Resignation For Sister Or Uncle Against The Election Fight

કાકા મુંડે અથવા કાકાઈ બહેન સામે ચૂંટણી લડવા ધનંજય મુંડેનું રાજીનામું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાજપ સાથે છેડો ફાડયા પછી તેમની પાસેથી વારંવાર રાજીનામું આપવાની માગણી કરાતી હતી

કાકા ગોપીનાથ મુંડે પર આરોપોની ઝડી વરસાવીને એનસીપીવાસી બનેલા ધનંજય મુંડે મંગળવારે વિધાન પરિષદના સભ્યપરદેથી રાજીનામું આપી દીધું હતું. ભાજપમાંથી બહાર નીકળ્યા પછી પણ ધનંજયે વિધાનસભ્યપદનું રાજીનામું આપ્યું નહોતું. આગામી લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં કાકા અથવા કાકાઈ હેન પંકજા મુંડે સામે તે ચૂંટણી લડશે એવી સંભાવના છે.

વિધાન પરિષદના અધ્યક્ષને ધનંજય મુંડેએ મંગળવારે રાજીનામું સુપરત કર્યું હતું. ભાજપ સાથે છેડો ફાડયા પછી તેમની પાસેથી વારંવાર રાજીનામું આપવાની માગણી કરાતી હતી. છેલ્લે તેમણે રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે.આ બેઠક લાંબા સમય બાદ હવે જ્યારે ખાલી પડી છે ત્યારે હવે આ બેઠક પર કોણ અને કેવી રીતે ચૂટાઇને આવશે તે હવે એક અગત્યની બાબત કહેવાય અને ધનંજય હવે ચૂટણી લડશે ત્યારે તેની સામે તેના જ કાકા પંકજ મુંડે હશે,એનસીપીના અધ્યક્ષ શરદ પવારની સૂચના પછી ધનંજયે આ પગલું ભર્યું હતું. આગામી ચૂંટણીમાં એનસીપીની ટિકિટ પરથી લડવાનો છું એમ રાજીનામું આપ્યા પછી તેમણે જણાવ્યું હતું.

પરળી નગરાધ્યક્ષપદની ચૂંટણીમાં ધનંજય મુંડે અને ગોપીનાથ મુંડે વચ્ચે વાદવિવાદ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષનો વ્બિપ તોડીને ધનંજયના સમર્થકોએ નોખું જૂથ રચીને મુંડે સામે પડકાર ઊભો કર્યો હતો.આ રીતે તેણે તેમા ધનંજયને સરસાઈ મળી હતી, જેને લઈ તેમના સમર્થકો નગરાધ્યક્ષ અને ઉપ નગરાધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યા હતા. આ પછી એનસીપીનો માર્ગ અપનાવનારા ધનંજય ગોપીનાથ મુંડે માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે.ધનંજય હવે ગોપીનાથ મુંડે અથવા પંકજા મુંડે સામે લડવાના સંકેત મળ્યા છે. આને કારણે બીડના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે.