• Gujarati News
  • Dhananjay Chatterjee Was Hanged Even Her Birthday In Rape Case Latest News

મુંબઈ: ધનંજય ચેટરજીને પણ જન્મદિવસે જ ફાંસી આપી હતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર:ધનંજય ચેટરજી)
મુંબઈ:1993ના મુંબઈ બોમ્બવિસ્ફોટોના આરોપી યાકુબ મેમણને 30 જુલાઈએ ફાંસી આપવામાં આવી. આશ્ચર્યજનક યોગાયોગ એટલે 30 જુલાઈ યાકુબનો જન્મદિવસ છે. આવો જ યોગાયોગ દુષ્કર્મ પ્રકરણે ફાંસી પર લટકાવવામાં આવેલા ધનંજયનો પણ હતો. ધનંજય ચેટરજીને સ્વાતંત્ર્ય દિવસના આગલા દિવસે ફાંસી આપવામાં આવી હતી.
14 ઓગસ્ટ ધનંજયનો જન્મદિવસ હતો. જન્મદિવસે જ ફાંસી પર લટકાવવામાં આવ્યો હોય એવો ધનંજય પ્રથમ આરોપી હતો. ધનંજયે નાની બાળકી સાથે દુષ્કર્મ કરીને એની હત્યા કરી હતી. ધનંજય પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાના કુલડીહી ગામનો રહેવાસી હતો. કોલકાતાની સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરીને એની હત્યા કરવાના પ્રકરણે એ આરોપી સાબિત થયો હતો.