• Gujarati News
  • Devanara Dumping Ground Surrounding Residents Will Be Exempt From The Stench

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ આસપાસના રહેવાસીઓને દુર્ગંધથી મુક્તિ મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ આસપાસના રહેવાસીઓને દુગ્ર્‍ાંધથી મુક્તિ મળશે
- હોટેલોમાંથી ફેંકવામાં આવતા ખરાબ ખાદ્ય પદાર્થનાં કારણે ભારે સમસ્યા સર્જાય છે

મુંબઈ : દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના પાંચ કિલોમીટરના પરિસરમાંના રહેવાસીઓને દુગ્ર્‍ાંધનો ત્રાસ સહન કરવો પડે છે. હોટેલોએ ફેંકેલા ખરાબ ખાદ્ય પદાર્થો અને દેવનાર કતલખાનાંનાં પ્રાણીઓના નિરુપયોગી અવયવોને કારણે દુગ્ર્‍ાંધમાં વધારો થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે મહાપાલિકા અને ભાભા એટમિક રિસર્ચ સેંટરના પ્રયત્નોથી કચરો વિઘટન યોજના બનાવવામાં આવી છે. દેવનાર કતલખાનામાં પ્રાણીઓનાં ફેફસાં, આંતરડાં અને લોહીનો નિકાલ ન થવાથી દુગ્ર્‍ાંધ વધે છે.
તેથી દેવનારની જૈવિક કચરો યોજના બંધ કરી ૨૦ ટન ક્ષમતાની યોજના મહાપાલિકા બનાવશે. આવા પ્રકારની યંત્રણા બારામતી અને નાશિક ખાતે છે. જોકે ત્યાં છાણ પર પ્રક્રિયા કરવામાં આવે છે. નવી યોજનામાં કચરો લઈ જવા માટે કન્વેયર બેલ્ટ, અત્યાધુનિક યંત્રસામગ્રી હશે એમ ભાભા એટમિક રિસર્ચ સેંટરના ન્યુક્લિયર એગ્રિ‌કલ્ચર એન્ડ બાયોટેક્નોલોજી વિભાગના પ્રમુખ પ્રોફેસર એસ. પી. કાળેએ જણાવ્યું હતું.

આ ઠેકાણે ૨૦ ટનની ક્ષમતાવાળી યોજના બનાવવાની મહાપાલિકાની તૈયારી હોય છતાં દોઢથી પાંચ ટન જેટલી ક્ષમતા પૂરતી છે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. ફક્ત કચરો ઉપાડી લઈ જવા માટે મહાપાલિકા દર વર્ષે ૧૪ કરોડ રૂપિયા ખર્ચ કરે છે.