મરાઠી રંગભૂમિ અને ફિલ્મ અભિનેતા સતીશ તારેનું અવસાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મરાઠી રંગભૂ્મિ અને ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેતા સતીશ તારેનું બુધવારે અલ્પકાલીન બીમારીથી અવસાન થયું હતું. ડાયાબિટીસ અને પગના ગેંગરિનથી પીડાતા તારે પર છેલ્લા કેટલાક દિવસોથી સારવાર ચાલુ હતી, પરંતુ આ બીમારીથી તેઓ ઊગરી શક્યા નહોતા. આખરે બુધવારે ૧૨.૦૫ વાગ્યે તેમનો જીવનદીપ બુઝાઈ ગયો હતો.

ડાયાબિટીસને લીધે તારેના પગમાં ગેંગરિન થયું હતું તેમ જ તેમના લિવરને પણ ઈજા થઈ હતી. દાદર ખાતે સુશ્રૂષા હોસ્પિટલમાં તેમનું ઓપરેશન થયું હતું. બે દિવસ પૂર્વે તેમને જુહુ ખાતે સુજય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે તેમની તબિયત બગડતાં તેમને વેિન્ટલેટર પર રાખવામાં આવ્યા હતા. તે જ અવસ્થામાં તેમનું અવસાન થયું હતું.