મુંબઈ:મોહરમ નિમિત્તે નીકળતા સરઘસની સુનાવણી વખતે હાઈકોર્ટમાં ધાંધલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
- મોહરમમાં બાળકોને ઈજા પહોંચાડવાનું બંધ કરવા અરજી કરાઈ

મુંબઈ:મુસ્લિમોના શિયા પંથીઓ તરફથી મોહરમ નિમિત્તે કાઢવામાં આવતા સરઘસમાં (માતમ) નાના બાળકો પર થતા અત્યાચાર વિરુદ્ધ કરેલી જનહિત અરજીમાં હસ્તક્ષેપ કરવા માટે હાઈકોર્ટમાં જુદા જુદા જૂથ-સંગઠનોના કાર્યકર્તાઓએ ગરદી કરી હતી. તેથી જજ વિદ્યાસાગર કાનડેની ખંડપીઠે આગામી સુનાવણી વખતે કોર્ટમાં આવી ગરદી ન થવી જોઈએ એવી ચેતાવણી તમામ અરજીકર્તાઓના વકીલોને આપવી પડી હતી. શિયા પંથીઓમાં દર વર્ષે મોહરમ નિમિત્તે માતમ વ્યક્ત કરવા સરઘસ કાઢવામાં આવે છે. આ માતમમાં મોટા લોકો સાથે નાના બાળકોને પોતાના પર શસ્ત્રથી વાર કરી પીડિત થવાનું જણાવવામાં આવે છે.
નાના બાળકોની એક પ્રકારે આ છેતરામણી છે. રાજ્યમાં અંધશ્રદ્ધા અને જાદૂટોણા વિરોધી કાયદો અમલમાં છે. આવું હોઈ પોલીસની સામે થતી આ છેતરામણી રોકવી જોઈએ એમ જણાવતા ફૈઝલ મોહમ્મદ યુસુફ બનારસવાલાએ એડવોકેટ ગુણરત્ન સદાવર્તે થકી જનહિત અરજી કરી હતી. એના પરની ગયા વખતની સુનાવણીના સમયે રાજ્ય સરકારને આ બાબતે ધ્યાન આપવાનું જણાવી ખંડપીઠે સુનાવણી મોકૂફ રાખી હતી. એ પછી થયેલી સુનાવણીના સમયે સવારથી જ કોર્ટની બહાર લોકો ભેગા થવા લાગ્યા હતા. આ વિષયની રજૂઆત થતા જ 15થી 20 જૂથ-સંગઠનોના કાર્યકર્તાઓ તરફથી તેમના વકીલોએ હસ્તક્ષેપ અરજી રજૂ કરવાની વિનંતી કરી હતી.
આ વિષય શિયા પંથીઓથી સંબંધિત હોવાથી અમારો મત પણ રજૂ કરવા તક આપવી એવી વિનંતી બધાએ એક જ સમયે બોલતા કેટલોક સમય ઘોંઘાટનું વાતાવરણ નિર્માણ થયું હતું. એ સમયે જજ કાનડેએ અમે બધાનો મત જાણી લેશું, ઘોંઘાટ કરશો નહીં. શક્યત: બધાએ ભેગા થઈને એક વરિષ્ઠ વકીલ રોકી તમામ મુદ્દાઓ સહિત એક અરજી કરો એમ સૂચવ્યું હતું. જુદા જુદા મતો હોવાથી એક સાથે રજૂ થઈ શકશે નહીં એમ કેટલાક વકીલોએ જણાવ્યું હતું. તેથી ખંડપીઠે મંગળવારે અરજી રજૂ કરવાનું જણાવ્યું હતું અને હવે કોર્ટમાં ફરીથી ગરદી કરશો નહીં એવી કડક ચેતાવણી આપી સુનાવણી મોકૂફ રાખી હતી.