કોંગ્રેસે રૂ. છ અબજનું ભંડોળ એકઠું કર્યું : ભાજપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે તેમના હસ્તકના નગરવિકાસ ખાતાએ ગયે વર્ષે પુણે, મુંબઈ અને અન્ય શહેરોની જમીનના આરક્ષણના ઝોન બદલીને પાર્કિગ સ્પેસ વેચાણની અનુમતિ માગી અને સ્પેશિયલ ટાઉનશીપ યોજનાને માન્યતા આપવા જેવી બાબતોમાંથી લગભગ રૂ. ૬૦૦ કરોડનું ભંડોળ પક્ષ માટે ભેગું કર્યુ હોવાનો આરોપ ભાજપના આશિષ શેલારે શુક્રવારે વિધાન પરિષદમાં મુકયો હતો.

નગરવિકાસ વિભાગ મુખ્ય પ્રધાન હસ્તક રાખવાનું નુકસાન પણ થાય છે એ આ બે બાબતો પરથી જાણવા મળ્યું હતું. તેથી મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ આ બધું કરી રહ્યા છે કે નહી તેની પોતાને જાણ નથી પરંતુ તેમની નજીકનો સંબંધી હોવાનું જણાવી રોહન જગદાળે નામની વ્યક્તિ બજારમાં આંટાફેરા મારી રહી છે એવો ગંભીર આરોપ શેલારે રાજ્યપાલના સંબોધન વિશે ચર્ચામાં ભાગ લેતી વેળાએ મુકયો હતો.