મુંબઈ:કોલ્હાપુરમાં ટોલમુક્તી માટે CM પર SMS, મિસ્ડકોલની વર્ષા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોઇલ ફોટો:મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ)
-કોલ્હાપુરી આંચકાથી દેવેન્દ્ર ફડણવીસ પરેશાન
કોલ્હાપુર:કોલ્હાપુર શહેર ટોલમુક્ત કરવા માટે શહેરવાસીઓ સાતત્યથી આંદોલન કરી રહ્યા છે. સંયુક્ત રવિવાર પેઠેએ ટોલમુક્તિ માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મિસ્ડ કોલ અને એસએમએસ મોકલાવવા માટે આંદોલન કર્યું હતું. તેને કોલ્હાપુરવાસીઓએ ઉત્સ્ફૂર્ત પ્રતિસાદ આપીને મુખ્ય મંત્રીને મોબાઈલની ઉપર હજારો એસએમએસ મોકલાવ્યા હતા. તેને લીધે લાતુર ખાતે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી મુખ્ય મંત્રીને મોબાઈલની ઉપર ધડાધડ એસએમએસ આવીને પડી રહ્યા હતા. જોકે કોલ્હાપુરવાસીઓએ આંદોલનનો આ નવો ફંડા અપનાવ્યો હોવાથી મુખ્ય મંત્રી ફડણવીસ ખુબ હેરાન થયા હતા.
શહેરમાં ‘બાંધો, વાપરો અને હસ્તાંરિત કરો’ આ ધોરણ અનુસાર રસ્તા વિકાસ પ્રકલ્પ અમલમાં લાવ્યો હતો. પ્રકલ્પના વળતરરૂપે શહેરમાં 30 વર્ષ સુધી ટોલ વસૂલી કરવામાં આવવાની છે, પરંતુ આ પ્રકલ્પને અને ટોલને કોલ્હાપુરવાસીઓનો શરૂઆતથી જ વિરોધ છે. ગયા ચાર વર્ષથી આ લડાઈ ચાલુ છે.રસ્તા રોકો આંદોલન, ધરણાં આંદોલન, બેમુદત ઉપવાસ, ત્રણ મહામોર્ચા, અનેક વાર કોલ્હાપુર બંધ, વિરોધ, નાકા સભા અાવા અનેક પ્રકારનાં આંદોલનો કરવામાં આવ્યાં હતાં.
મહિલાઓએ સુધ્ધાં આંદોલનમાં સક્રિય ભાગ લઈને ચપ્પલો હાથમાં લીધાં હતાં. ટોલ નાકા સળગાવવાની ઘટનાઓ પણ બની હતી. આ પાર્શ્વભૂમિ ઉપર સંયુક્ત રવિવાર પેઠેના વતી મુખ્ય મંત્રીને ફોન કરવાનું અને એસએમએસ મોકલાવવાનું અનોખું આંદોલન ચાલુ કર્યું હતું.બિંદુ ચોકમાં પાટિયું લગાડીને મુખ્ય મંત્રીનો મોબાઈલ ક્રમાંક, ઈ-મેઈલ આઈડી પોસ્ટર ઉપર લખેલો હતો. કોલ્હાપુરનું સ્વાભિમાન, ટોલ ફ્રી અભિયાન આ મથાળા હેઠળ આ પાટિયું લગાડવામાં આવ્યું હતું. તમારો એક એસએમએસ, મેઈલ કોલ્હાપુરને ટોલ ફ્રી બનાવી શકે છે, એવું સૂત્ર આ પાટિયાં ઉપર લખીને કોલ્હાપુરવાસીઓને ફડણવીસને એસએમએસ કરવાનો સાદ કરાયો હતો તેમ સૂત્રોએ કહ્યું હતું.