પ્રાદેશિક પક્ષોએ લોકસભા ચૂંટણી ન લડવી જોઈએ : સીએમ ચવ્હાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાજપ સહિ‌ત અન્ય પક્ષોએ પૃથ્વીરાજ ચવ્હાણની ટીકા કરી
- મહત્ત્વના નિર્ણયો અપેક્ષિત ઝડપે ન થવાથી વિકાસ અવરોધાય છે : ચવ્હાણ


કેન્દ્રમાં સરકાર બનાવવા કોઈ પણ પ્રમુખ રાષ્ટ્રીય પક્ષને સ્પષ્ટ બહુમત મળતી ન હોવાથી પ્રાદેશિક પક્ષોએ લોકસભાની ચૂંટણી ન લડવી જોઈએ. આ વિષય પર ચર્ચા કરી બધા પક્ષોએ એકમત થઈ કાયદો મંજૂર કરવો જોઈએ એવો વિચાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે વ્યક્ત કર્યો છે. રાજ્યમાં શિવસેના સહિ‌ત અન્ય પક્ષોએ આ વિચારની ટીકા કરી છે. ફક્ત રાષ્ટ્રીય પક્ષોએ લોકસભાની ચૂંટણી લડવી જોઈએ. પ્રાદેશિક પક્ષોને લીધે અસ્થિરતા નિર્માણ થાય છે.

છેલ્લી કેટલીક ચૂંટણીઓ પર નજર નાખશો તો મારો કહેવાનો અર્થ તમને સમજાશે. અસ્થિર સરકાર હોવાથી કોઈ પણ બાબતે નિર્ણય લેવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય છે. મહત્ત્વના નિર્ણયો અપેક્ષિત ઝડપે ન થવાથી દેશના વિકાસમાં રોડાં ઊભાં થયાં છે. એથી જ આ વિષય પર ચર્ચા થવી જરૂરી છે. ચર્ચા થશે તો ભવિષ્યમાં આ વિષયક કાયદો ઘડી શકાશે એમ પ્રચાર માધ્યમો સાથે વાત કરતાં મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં યુતિ સરકાર ચલાવતા રાષ્ટ્રવાદી કોંગ્રેસનો કડવો અનુભવ થયો હોવાથી મુખ્ય મંત્રીએ પ્રાદેશિક પક્ષો માટે ત્રણું કર્યું છે એવી ટીકા ભાજપ તરફથી કરવામાં આવી છે. ખરી રીતે તો કોંગ્રેસ એકમાત્ર એવો રાષ્ટ્રીય પક્ષ છે જેણે દેશ પર સાઈઠ વર્ષ શાસન કર્યું છે. પોતાનો પાયો મજબૂત કરવાના બદલે કોંગ્રેસે ચૂંટણીઓ જીતવા રાજ્યમાં ભાગલાવાદી રાજકારણ કર્યું. એમાંથી પ્રાદેશિક પક્ષોનો જન્મ થયો. કેરળનો દાખલો જોઈએ તો કોમ્યુનિટસ્ટોને ખતમ કરવા માટે મુસ્લિમ લીગને નજીક કર્યો એમ ભાજપના પ્રવકતા માધવ ભંડારીએ જણાવ્યું હતું.