૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોમ્બવિસ્ફોટનો ઘટનાક્રમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીસ વર્ષ પૂર્વે મુંબઈ સહિ‌ત દેશઆખો ૧૨ શક્તિશાળી બોમ્બધડાકાથી હચમચી ઊઠયો હતો. આ ભારતમાં પ્રથમ સુનિયોજિત બોમ્બબ્લાસ્ટ હતા, જેમાં ૨૬૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ધડાકા દેશના આર્થિ‌ક રાજધાનીમાં તા ૧૨મી માર્ચ, ૧૯૯૩માં ડિસેમ્બર ’૯૨ અને જાન્યુઆરી -૯૩નાં હુલ્લડોનો બદલો લેવા કરવામાં આવ્યા હતા. તા. ૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૨ને દિવસે અયોધયામાં બાબરી મસ્ઝિદનો ઢાંચો તોડયા બાદ મુંબઈમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

બોમ્બ વિસ્ફોટોમાં નિશાન બનેલા સ્થળો અને મૃતકની વિગત.

બપોરે ૧૩.૩૦ કલાકે: સ્ટોક એકસચેન્જ-૮૪ મૃત્યુ.
બપોરે ૧૪.૧પ કલાક: કાલબાદેવી પ મૃત્યુ.
બપોરે ૧૪.૩૦ કલાક: શિવસેના ભવન, ૪ મૃત્યુ.
બપોરે ૧૪.૩૩ કલાક: એર ઈન્ડિયા બિલ્ડિંગ , ૨૦ મૃત્યુ.
બપોરે ૧૪.૪પ કલાક: ફિશરમેન્સ કોલોની માહિ‌મ, ૩ મૃત્યુ.
બપોરે ૧૪.૪પ કલાક: વરલી સેન્ચુરી બજાર ૧૧૩ મૃત્યુ.
બપોરે ૧પ.૦૦ કલાક : ઝવેરી બજાર ૧૭ મૃત્યુ. - હોટેલ સી રોક
બપોરે ૧પ.૧૦ કલાક: કોઈ જાનહાનિ નહીં.
બપોરે૧પ.૧પ કલાક: પ્લાઝા સિનેમા દાદર - ૧૦ મૃત્યુ.
બપોરે ૧પ.૨૦ કલાક: હોટેલ જુહુ સેન્ટોર - ૩ ઘાયલ.
બપોરે ૧પ.૩૦ કલાક : સહાર વિમાનમથક - કોઈ જાનહાનિ નહીં.
બપોરે ૧પ.૪૦ કલાક: હોટેલ એરપોર્ટ સેન્ટોર - ૨ મૃત્યુ.

૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટની તવારીખ

૧૨ માર્ચ, ૧૯૯૩ મુંબઈમાં ૧૩ શ્રેણીબદ્ધ ધડાકાઓમાં ૨પ૭ જણે જીવ ગુમાવ્યા હતા અને ૭૧૩ જણ ઘાયલ થયા હતા.

૧૯મી એપ્રિલે અભિનેતા સંજય દત્ત (આરોપીની નં. ૧૧૭)ની ધરપકડ.

૪ નવેમ્બરે ૧૦,૦૦૦ પાનાંની પ્રાથમિક ચાર્જશીટ દાખલ, જેમાં સંજય દત્ત સહિ‌ત ૧૮૯ આરોપીઓનો સમાવેશ.

૧૯ નવેમ્બર: કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો.

૨ એપ્રિલ, ૧૯૯૪ ટાડા કોર્ટને શહેરની સેશન્સ અને સિવિલ કોર્ટમાંથી આર્થર રોડ જેલના બિલ્ડિંગમાં ખસેડવામાં આવી.

૧૦ એપ્રિલ, ૧૯૯પ: ટાડા કોર્ટે ૨૬ આરોપીઓને મુક્ત કર્યા, બાકીના આરોપીઓ સામે ગુનો ઘડવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે બે આરોપીઓને મુકત કર્યા, જેમાં અબુ અસીમ આઝમી અને અમજદ મહેર બક્ષનો સમાવેશ થતો હતો.

૧૯ એપ્રિલ: કેસની શરૂઆત

એપ્રિલ-જૂન : આરોપીઓ સામે ગુનો ઘડવામાં આવ્યો, બે આરોપીએા મહમ્મદ જમિલ અને ઉસ્માન જાનખાન તાજના સાક્ષીઓ બન્યા.

૧૪ ઓકટોબર: સુપ્રીમ કોર્ટે સંજય દત્તને જામીન આપ્યા.

૨૩ માર્ચ, ૧૯૯૬: ન્યાયાધીશ જે.એન. પટેલની બઢતી સાથે બદલી.

૨૯ માર્ચ: ન્યાયાધીશ પી.ડી. કોદેની કેસ માટે ટાડા ન્યાયાધીશ તરીકે નિમણૂક.

ઓકટોબર ૨૦૦૦: ૬૮૪ સરકારી સાક્ષીઓની જુબાની પૂરી.

૯ માર્ચથી ૧૮ જલાઈ, ૨૦૦૧: આરોપીઓએ તેમનાં નિવેદનો નોંધાવ્યાં.

૯ ઓગસ્ટ: સરકારી પક્ષે દલીલો શરૂ કરી.

૧૮ ઓકટોબર: સરકારી પક્ષની દલીલો પૂરી થઈ

૯ નવેમ્બર: બચાવ પક્ષની દલીલો શરૂ થઈ.

૨૨ ઓગસ્ટ, ૨૦૦૨: બચાવ પક્ષની દલીલો પૂરી થઈ.

૨૦ ફેબ્રુઆરી, ૨૦૦૩ : દાઉદનો સાગરીત એજાઝ પઠાણને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો.

૨૦ માર્ચ, ૨૦૦૩ : મુસ્તફા ડોસાની રિમાન્ડ પ્રક્રિયા અને કેસ જુદા કરવામાં આવ્યા.

સપ્ટેમ્બર ૨૦૦૩ : સુનાવણી પૂરી થઈ

૧૩ જૂન, ૨૦૦૬ : ગેન્ગસ્ટર અબુ સાલેમનો કેસ જુદો કરવામાં આવ્યો.

૧૦ ઓગસ્ટ: ન્યાયાધીશ પીડી કોદેએ ચુકાદાની તારીખ ૧૨મી સપ્ટેમ્બર નક્કી કરી.

૧૨ સપ્ટેમ્બર: કોર્ટે ચુકાદો આપવાનું શરૂ કર્યું. મેમણ કુટુબના ચાર સભ્યો કસૂરવાર, ત્રણને મુકિત, ૧૨ આરોપીઓને ફાંસીની સજા, જયારે ૨૦ આરોપીએાને જન્મટીપની સજા.

૧ નવેમ્બર, ૨૦૧૧: સુપ્રીમ કોર્ટે ૧૦૦ આરોપીઓની અપીલોની સુનાવણી શરૂ કરી.

૨૯ ઓગસ્ટ, ૨૦૧૨: સુપ્રીમ કોર્ટે અપીલો પર ચુકાદો સુરક્ષિત રાખ્યો.

૨૧ માર્ચ, ૨૦૧૩: સુપ્રીમ કોર્ટે યાકુબ મેમણને ફાંસીની સજા બહાલ રાખી. ૧૦ આરોપીઓની મોતની સજાને જન્મટીપમાં ફેરવી, ૧૮માંથી ૧૬ જન્મટીપની સજા બહાલ રાખી.