ડેબિટકાર્ડથી 1 હજારથી વધુની ખરીદી થશે સસ્તી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય આપવા માટે નવા વર્ષથી ડેબિટ કાર્ડથી ખરીદી સસ્તી કરાશે. જોકે, ખરીદી એક હજારથી વઘુ હોય, જ્યારે એક હજારથી ઓછી ખરીદી હશે તેમાં ડેબિટ કાર્ડ મોંધું સાબીત થશે. ડેબિટ કાર્ડથી ખરીદીને વેગ આપવા માટે રિઝર્વ બેન્કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)નો નવો કિમિયો અજમાવ્યો છે. અત્યાર સુધી ખરીદીની રકમને ધ્યાનમાં લઇને દર લગાવાતો હતો.


હવે દુકાનદારના ટર્નઓવરને ધ્યાનમાં લઇને લાગશે. નાના દુકાનદારો પાસેથી બેન્ક પ્રતિ ટ્રાન્ઝેક્શન 200 અને મોટા દુકાનદારો પાસેથી 1000 રૂપિયાથી વધુ દર લઇ શકશે નહિં. કાર્ડથી પેમેન્ટ બદલામાં બેન્ક દુકાનદારો પાસેથી ફી લેતી હતી જેને એમડીઆર કહેવામાં આવે છે. દુકાનદાર આ રકમ ગ્રાહકો પાસેથી વસુલ કરે છે. રિઝર્વ બેન્કનો આ આદેશ 1 જાન્યુઆરી 2018થી અમલી બનશે. 


ડેબિટ કાર્ડ સ્વીકારતા વેપારીઓનો વ્યાપ વધે માટે ફીનું ધોરણ નીચું લાવવાની અને કેશ-લેસ અથવા લેસ-કેશ પેમેન્ટ સિસ્ટમ અપનાવવા માટે બેન્કોને પ્રોત્સાહન આપવાની ભલામણ કરી છે. 2016-17માં પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ ટર્મિનલ) ખાતે ડેબિટ કાર્ડનો વપરાશ 21.9 ટકા હતો તેજ સ્તરે આજે પણ જળવાઇ રહ્યો છે. તે જોતાં અમે વિચાર્યું કે એમડીઆરને વધુ રેશનલાઇઝ કરવાની જરૂર છે તેવું આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર બીપી કાનુન્ગોએ જણાવ્યું હતું.


નોટબંધી પછી જંગી પીઓએસ ટર્મિનલ્સ લોન્ચ કરવાના કારણે બેન્કોને વાર્ષિક રૂ. 3800 કરોડથી વધુ નુકસાન જઇ રહ્યું હોવાનો એસબીઆઇ રિસર્ચનો રિપોર્ટ જણાવે છે. ઊંચા એમડીઆર, નીચા કાર્ડ વપરાશ, નબળાં ટેલિકોમ ઇન્ફ્રા અને વેપારીઓને પુરતાં પ્રોત્સાહનના અભાવે કાર્ડ બિઝનેસને મોટો ફટકો પડી રહ્યો છે.


5000 રૂપિયાની ખરીદી પર 20 રૂપિયા ચાર્જ


વાર્ષિક 20 લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર કરનાર વેપારી પાસેથી બેન્ક ટ્રાન્ઝેક્શન વેલ્યુના 0.40 ટકાથી વધુ એમડીઆર નહિં લઇ શકે. એટલે 5000 રૂપિયાની ખરીદી પર 20 રૂપિયા ચાર્જ લઇ શકશે. ક્યુઆર કોડ આધારિત પેમેન્ટમાં આ 0.30 ટકાથી વધુ નહિં હોય. વધુમાં વધુ દર 200 રૂપિયા છે

અન્ય સમાચારો પણ છે...