ગુજરાતી રંગભૂમિ પર ત્રાટકી રહ્યા છે, ચંદ્રકાંત બક્ષી!

'મહાજાતિ ગુજરાતી’ જેવા પુસ્તકમાં તેમણે ગુજરાતી જ્ઞાતિઓના અતીતનું આલેખન કર્યું છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jun 13, 2013, 04:24 AM
chandrakant baxi on gujarati theater

- 'મહાજાતિ ગુજરાતી’ જેવા અભ્યાસપ્રચુર પુસ્તકમાં તેમણે ગુજરાતી જ્ઞાતિઓના અતીતનું આલેખન કર્યું છે
- ગુજરાતી રંગભૂમિ પર ત્રાટકી રહ્યા છે, ચંદ્રકાંત બક્ષી!

વાચકો, વિવેચકો, દોસ્તો, દુશ્મનો... સાવધાન! ગુજરાતી સાહિ‌ત્ય જગતના ર્શીષસ્થ સર્જક ચંદ્રકાંત બક્ષી ગુજરાતી રંગભૂમિ પર ત્રાટકી રહ્યા છે. આઈડિયાઝ અનલિમિટેડ બેનરનું આગામી નાટક 'હું ચંદ્રકાંત બક્ષી...’ ગુજરાતી ભાષાને અને પ્રજાને છાતી ફાડીને પ્રેમ કરનારા, ગુજરાતી પ્રજાએ જેમને બેતહાશા મહોબ્બત કરી છે એ લેખકના જીવન પર આધારિત છે.

અહંકારને ઓમકાર જેટલો પવિત્ર ગણતા અનેક વિરોધિતાથી ભરપૂર વ્યક્તિત્વ ધરાવતા ચંદ્રકાંત બક્ષી અને તેમનું બિન્ધાસ્ત લખાણ, બન્ને સાત તરંગો જન્માવતાં રહ્યાં, ઉગ્ર ચર્ચાઓ અને વિવાદોનું કેન્દ્ર બનતાં રહ્યાં. આ નાટક એમના ઘટનાપ્રચુર જીવનનો આકર્ષક ક્લોઝ-અપ છે.કોલેજમાં પ્રોફેસર અને પ્રિન્સિપાલ રહી ચૂકેલા બક્ષી મુંબઈ શહેરના શેરિફ રહી ચૂકયા છે. અપાર વૈવિધ્યથી ભરેલાં, દિમાગમાં બુદ્ધિનો ભડકો પ્રગટાવી દે તેવાં બસ્સો કરતાં વધારે પુસ્તકો આપનાર બક્ષીબાબુ ઉત્કૃષ્ટ વાર્તાકાર, નવલકથાકાર, ઈતિહાસવિદ અને કોલમનિસ્ટ હતા, જેમની અદ્ભુત લેખનશૈલીએ નવા પ્રવાહો પેદા કર્યા.

chandrakant baxi on gujarati theater

વિશ્વભરના દેશોમાં ઘૂમીને તેમણે અફલાતૂન પ્રવાસવર્ગનો લખ્યા છે, 'મહાજાતિ ગુજરાતી’ જેવા અભ્યાસપ્રચુર પુસ્તકમાં તેમણે જુદી જુદી ગુજરાતી જ્ઞાતિઓના અતીત અને વર્તમાનનું આલેખન કર્યું છે. 'હું ચંદ્રકાંક્ષી ...’ નાટકનું નિર્માણ અને દિગ્દર્શન મનોજ શાહે કર્યું છે. લેખક શિશિર રામાવત છે અને બક્ષીબાબુને મંચ પર જીવંત કરનાર અભિનેતા છે પ્રતીક ગાંધી. 'હું ચંદ્રકાંત બક્ષી.’ ૧પ અને ૧૬ જૂને પૃથ્વી થિયેટરમાં ઓપન થઈ રહ્યું છે.

X
chandrakant baxi on gujarati theater
chandrakant baxi on gujarati theater
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App