તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્રની યોજનાઓ કાગળ પર, મહારાષ્ટ્ર સરકાર ભુલી ગઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકની વય મર્યાદા 65થી 60 વર્ષ કરી છે. આ બાબતે કેન્દ્ર સરકારે 2011ના અધ્યાદેશ કાઢ્યો હતો. પણ 5 વર્ષ વીત્યા છતાં એની અમલબજાવણી કરવાનું રાજ્ય સરકાર ભૂલી ગઈ છે. રાજ્ય સરકારના આ રેઢિયાળ કારભારનો ફટકો રાજ્યના લાખો લાભાર્થીઓને પડે છે. સરકાર યોજનાઓની ફક્ત ઘોષણા કરે છે. તેથી તારીખ ન જણાવો. હકીકતમાં અમલબજાવણી કયારે કરશો એવું સંભળાવતા હાઈ કોર્ટે રાજ્ય સરકારને સાણસામાં લીધી હતી.

જીવનના અંતિમ તબક્કામાં આર્થિક પીઠબળનો આધાર મળે એ માટે કેન્દ્ર સરકાર મારફત વૃદ્ધાવસ્થા પેન્શન યોજના કાર્યરત છે. કેન્દ્રએ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત અપંગ અને વિધવાઓનો પણ સમાવેશ કર્યો છે. પણ રાજ્યમાં આ યોજનાની યોગ્ય પદ્ધતિથી અમલબજાવણી થતી ન હોવાથી શ્રાવણબાળ માતાપિતા સેવા સંઘના અધ્યક્ષ રાજેન્દ્ર નિંબાળકરે હાઈ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી હતી. હાઈ કોર્ટના જજ શંતનુ ખેમકર અને જજ એમ.એસ.કર્ણિકની ખંડપીઠ સમક્ષ થયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરવા સરકાર ઢીલાશ કરતી હોવાનું અરજીકર્તાના વકીલ એડવોકેટ અનુજા સુંદરેશને ધ્યાન ખેંચ્યુ હતું.

ઉપરાંત કેન્દ્ર સરકારનો 30 જૂન 2011નો આ બાબતનો પત્ર કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. 2012માં આ બાબતે તૈયાર કરેલો કાર્યવાહી અહેવાલ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એના પર સરકારે ભૂમિકા સ્પષ્ટ કરવી એવો આદેશ આપતા વય મર્યાદા ઓછી કરવાના મુદ્દે ચાલી રહેલી સરકારી ઘોષણા પર ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારે ત્રણ અઠવાડિયામાં એફિડેવિટ રજૂ કરવી એવો આદેશ કોર્ટે આપ્યો હતો.

કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને અપંગો માટે રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના શરૂ કરી છે. એના માટે રાજ્ય સરકારને ભંડોળ ઉપલબ્ધ કરી આપ્યું છે. કેન્દ્રના ધોરણ અનુસાર દરિદ્રરેખા નીચેના 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો પેન્શન માટે પાત્ર છે. પણ રાજ્ય સરકારના ધોરણ અનુસાર આ વય મર્યાદા 65 વર્ષ છે. કેન્દ્રનો નિર્દેશ અભેરાઈએ ચઢાવીને રાજ્ય સરકારે આ વય મર્યાદા હજી ઓછી કરી નથી.

રાજ્યના 29 લાખમાંથી ફક્ત 11 લાખ વરિષ્ઠ નાગરિકોને જ આનો લાભ મળે છે. 18 લાખ લાભાર્થીઓ આ યોજનાના અનુદાનથી વંચિત છે. બીજી તરફ આ જ યોજના અંતગર્ત વિધવા પેન્શન માટે 9 લાખ 24 હજારમાંથી ફક્ત 44 હજાર 600 વિધવાઓને લાભ મળતો હોઈ 8 લાખ 80 હજાર વિધવાઓ અનુદાનથી વંચિત છે. અપંગોની બાબતમાં પણ આ જ પરિસ્થિતિ છે. 90 હજાર 518 અપંગોનો લાભ મળવો અપેક્ષિત હોઈ હકીકતમાં ફક્ત 7 હજાર 254 અપંગોને લાભ મળતો હોઈ 82 હજાર અપંગો લાભથી વંચિત છે.

સુપ્રીમ કોર્ટે 2001 અને 2002માં આપેલા ચુકાદા અનુસાર પેન્શન ધોરણ સરકાર બદલી શકતી નથી. પણ આ આદેશનું ઉલ્લંઘન કરીને રાજ્ય સરકાર વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને અપંગોને હકથી વંચિત રાખી રહી છે. ઉપરાંત લાભાર્થીઓના ખાતામાં દર મહિનાની 7 તારીખના અનુદાન જમા થવું જરૂરી હોવા છતાં સરકાર એને ટાળે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો